બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમરેલી: , ગુરુવાર, 5 મે 2016 (17:01 IST)

વાતાવરણમાં ઓચિંતા બદલાવ, સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં છેલ્લાં બે દિવસથી વરસાદી ઝાપટા

સમગ્ર શહેરનું સૌથી વધુ તાપમાન 40 થી 41 ડીગ્રીએ પહોંચ્યું છે. ત્યારે શહેરમાં બે-ત્રણ દિવસથી વાતાવરણમાં ઓચિંતા બદલાવ જોવા મળી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં છેલ્લાં બે દિવસથી વરસાદી ઝાપટા પડ્યા પછી હવે અમરેલીના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. હાલ મળી અહેવાલ પ્રમાણે, અમરેલીના લીલીયાના ક્રાકચમાં ભારે પવન સાથે ધોધમાર કરા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડકનું મોજું ફરી વળ્યું હતું. અને લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો