મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 26 નવેમ્બર 2015 (17:42 IST)

હાર્દિક પટેલની ધરપકડની શક્યતા

૨૫મી ઓગસ્ટના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર પોલીસે પાટીદારો પર કરેલા લાઠીચાર્જ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલાં તોફાનોના મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ હાર્દિક પટેલની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરે તેવી શક્યતાઓ છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે ૨૫ ઓગસ્ટના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અનામતના મુદ્દે મહાસભા યોજી હતી. મોડી રાત્રે પોલીસે પાટીદારો ઉપર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનાના પગલે સમગ્ર ગુજરાતમાં ત્રણ દિવસ સુધી તોફાનો ચાલ્યાં હતાં. આ ઘટનામાં હાર્દિક વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરી ગુનો દાખલ કરવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો હતો. એસઓજીએ હાર્દિક વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

રાજકોટમાં રાષ્ટ્રધ્વજના અપમાન બદલ હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સુરત પોલીસે તેના વિરુદ્ધમાં રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો હતો અને ટ્રાન્સફર વોરંટથી હાર્દિકની ધરપકડ કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પણ હાર્દિક પટેલે પાસના અગ્રણી વિરુદ્ધમાં રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરીને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. હાલ હાર્દિક સુરત જેલમાં છે. અમદાવાદ એસઓજી તેની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.