માર્ગ અકસ્માતમાં 7ના મોત

વડોદરા| ભાષા| Last Modified શનિવાર, 2 મે 2009 (12:29 IST)
મધ્યપ્રદેશથી પોતાના ગામ આવી રહેલા આદિવાસીઓને વડોદરા નજીકના અકસ્માત નડતાં મહિલાઓ સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત નીપજ્યા હતા.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશની સીમા નજીકના શિંગવાડા ગામમાં ગત રાતે દસ વાગ્યાના અરસામાં એક ટ્રેક્ટર અને ટેમ્પો વચ્ચે ટક્કર થઇ હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકો આદિવાસી સમુદાયના હતા અને તે મધ્યપ્રદેશથી મજૂરી કરી ટેક્ટરમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.


આ પણ વાંચો :