રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ , સોમવાર, 6 જૂન 2016 (15:25 IST)

12 સામાન્ય પ્રવાહની માર્કશીટ કાલે મળશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનુ પરીણામ જાહેર કર્યે એક સપ્તાહ જેટલો સમય થઈ ગયો હોવા છતા હજી સુધી વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવી નથી. જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ રાજ્યની તમામ યુનિવર્સિટીમાં બીકોમ સહીતના અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા અટવાઈ પડી હતી. આ અંગે રાજ્યભરના વિદ્યાર્થીઓમાં વ્યાપેલી નારાજગીના પગલે હવે મોડે મોડેથી જાગેલા શિક્ષણ વિભાગ દ્વારા આગામી ૭ જુનના રોજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની માર્કશીટ આપવાની જાહેરાત કરવામાં આવતા વિદ્યાર્થીઓને મોટી રાહત
થઈ છે.

ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે શિક્ષણ બોર્ડ દ્વારા કોઈપણ પરીક્ષાનુ પરિણામ જાહેર કર્યાના એક-બે દિવસમાં વિદ્યાર્થીઓને માર્કશીટ આપી દેવામાં આવતી હોય છે. જો કે ધારણ ૧૨ સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર થયાને એક સપ્તાહ થવા છતાં વિદ્યાર્થીઓને માર્કશીટ ન આપવામાં આવતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની હતી. બીજી બાજુ સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી ઈબીસી અનામતના અમલની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ ઈબીસી ક્વોટાની ૧૦ ટકા અનામત બેઠકો પર પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ક્રિમિલિયર સર્ટિફિકેટ અને જાતિનુ પ્રમાણપત્ર કઢાવવુ પડે છે. આ ઉપરાંત ઓબીસી, એસસી, એસટી ક્વોટાની બેઠકો પર પ્રવેશ મેળવવા માટે પણ આ પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે. જ્યારે આ પ્રમાણપત્રો કઢાવવા માટે
સ્કુલ લિંવીંગ સર્ટીફીકેટની જરૂર પડે છે. પરંતુ બોર્ડ દ્વારા માર્કશીટ આપવામાં આવી ન હોવાથી સ્કુલકો વિદ્યાર્થીઓ સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ પણ આપતી ન હતી. પરિણામે યુનિવર્સિટીઓની પ્રવેશ પ્રક્રીયા પણ ખોરંભે ચડી હતી. આ સમસ્યા વચ્ચે ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીકોમમાં પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની સમયમર્યાદા ૧૨ જુન સુધી વધારવામાં આવી છે.