1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: રાજકોટ , મંગળવાર, 19 એપ્રિલ 2016 (13:31 IST)

સમાજ માટે મારે શિવની જેમ ઝેર પીવુ પડશે - આનંદીબેન પટેલ

પાટીદાર અનામત આંદોલન દ્વારા આપવામાં આવેલા ગુજરાત બંધના એલાનની વચ્ચે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી. ધોરાજીના નાની પરબડી ગામે શિવકથામાં આનંદીબેન પટેલે મુલાકાત કરી હતી. ભગવાન શિવના આશીર્વાદ લઈને મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે સુષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે જે રીતે ઝેર પીધુ હતુ. મારે સમાજને બચાવવા માટે કામ કરવુ પડે છે. 
 
મુખ્યમંત્રીએ જણાવ્યુ કે સમુદ્રમંથનમાંથી જ્યારે ઝેર નીકળ્યુ ત્યારે દેવો અને દાનવો ભાગ્યા હતા. ત્યારે ભગવાન શિવે સુષ્ટિન ઉત્થાન માટે પોતાના કંઠમાં તેને સમાવ્યુ હતુ. તે જ રીતે સમાજના કામ કરવા માટે અમારે પણ ઝેર પીવુ પડે છે. કોઈપણ સારા કાર્યની શરૂઆત કરવામાં આવે ત્યારે તેની ટીકા કરવામાં આવે છે પણ ત્યારબાદ લોકો તેને આવકારવા માડે છે.  ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના આ નિવેદન હાલમાં ગુજરાતની પરિસ્થિતિને લઈને કરવામાં આવ્યુ હતુ.  રાજ્યની સ્થિતિને ઠાળે પાડવા માટે જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી તે અંગે આનંદીબહેનને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 
 
ઉલ્લેખનીય છે કે રવિવારે વલસાડમાં આનંદીબહેને મહેસાણા જેલભરો આંદોલન અંગે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે આવા આંદોલનો ચાલ્યા કરે અમારે માત્ર સેવા જ કરવાની હોય. આનંદીબહેન આ નિવેદન બાદ રાજ્યભરમાંથી પાટીદારોએ વિરોધ નોંધાવ્યો હતો.