ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2016 (14:14 IST)

સુરતમાં ઉરીના શહીદો માટે થયેલા ડાયરામાં રૂપિયાનો ધોઘમાર વરસાદ

દેશની સીમા પર આવેલા ઉરી પર થયેલા ત્રાસવાદી હૂમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોની સહાય માટે અનેક લોકો આગળ આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં પણ આ સહાય માટેની એક ઝલક જોવા મળી હતી. શહીદો માટે યોજાયેલા એક ડાયરાના કાર્યક્રમમાં આશરે બે કરોડથી વધુ રૂપિયા ઉછાળવામાં આવ્યાં હતાં.  સરથાણા વિસ્તારમાં ઉરીના શહીદો માટે ગુરુવારે એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ જોડાયા હતા. ગાયક કિર્તીદાન ગઢવી પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ડાયરામાં 2 કરોડ રૂપિયા એકઠા થયા હતા. સુરતના સરથાણા જકાતનાકા પાસે ગુરુવારે ઉરી શહીદોના પરિવાર માટે 'વતન કે રખવાલે' ડાયરાનું બિઝનેસમેન મહેશ સવાણી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયક કિર્તીદાન ગઢવી હાજર રહ્યા હતા. આ ડાયરામાં અંદાજે 2 કરોડ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. ડાયરામાંથી એકઠાં થયેલા રૂપિયા ઉરી શહીદોના પરિવારજનોને આપવામાં આવશે તેવા હેતુથી આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરાની શરૂઆત થતાની સાથે જ રૂપિયાનો વરસાદ થવા લાગ્યો હતો. ગાયક કિર્તીદાનની ચારેતરફ રૂપિયા જ રૂપિયા થઈ ગયા હતા. નાના બાળકોથી લઈને મહિલાઓ રૂપિયાનો વરસાદ કરી રહી હતી. જેથી ડાયરો પુરો થતાં 2 કરોડ જેટલા રૂપિયા એકઠાં થઈ ગયા હતા.