શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 25 ઑક્ટોબર 2016 (12:09 IST)

અમદાવાદીઓમાં કેરળ-ગોવા ફેવરિટ, કાશ્મીરમાંથી શ્રીનગરની બાદબાકી

દિવાળી વેકેશન શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હરવા ફરવાના શોખીન ગુજરાતીઓએ દેશ-વિદેશના પ્રવાસોના પ્લાન કરી લીધા છે. આ વર્ષે પણ ગોવા, કેરળ, રાજસ્થાન માટેના બુકિંગ ફુલ થઇ ગયા છે. જોકે આ વર્ષે કાશ્મીર તરફ જતા પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઇ છે. તો બીજી તરફ કાશ્મીર જતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સર્જિકલ સ્ટ્રાઇકના પગલે કાશ્મીર, શ્રીનગરની ટૂર પેકેજ પુરતા પ્રવાસીઓ પણ હજી રજીસ્ટર્ડ થયા નહીં હોવાથી અનિર્ણિત છે. અન્ય રાજ્યોની સાથે સાથે આ વર્ષે કચ્છ અને સૌરાષ્ટ્રની પાંચ દિવસની ટૂરનું બુકિંગ વધ્યું છે.  

ડૉકટરો માટે વિદેશયાત્રા પહેલી પસંદગીની રહી છે. ડૉકટરોને વર્ષ દરમ્યાન દિવાળીમાં માંડ એક વીકનું વેકેશન મળે છે. ત્યારે મોટા ભાગના વકીલો, ડૉકટરોએ ચીન, સિંગાપોર, મલેશિયા, હોંગકોંગ, મકાઉનાં આયોજનો કર્યા છે. થાઇલેન્ડમાં આ વર્ષે રાષ્ટ્રીય શોક હોઇ પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. જમવા માટે ખાસ શોખીન ગુજરાતીઓની જરૂરિયાત મુજબ ટૂર આયોજકો જૈન, ગુજરાતી કૂક સાથેની ટૂરનું આયોજન કરી આપે છે. 
કાશ્મીરમાં રહેલી હાલની અશાંત પરિસ્થિતિના પગલે પર્યટકોની સંખ્યા ઘટીને ૧૦ ટકા થઇ છે. લેહ-લદાખ જતા પ્રવાસી સ્ટોપ ઓવર શ્રીનગર કરતા હતા જે હવે બંધ થયું છે. દિવાળી વેકેશનમાં જતા ૧ર થી ૧પ હજાર પ્રવાસીઓ ઘટીને આ વર્ષે માત્ર ર૦૦થી રપ૦ થઇ ગયા હોવાનું નવભારત ટ્રાવેલ્સના માલિક નીતિનભાઇએ જણાવ્યું હતું. જે પ્રવાસીઓએ વૈશ્નોદેવીની ટૂર પેકેજ લીધા છે તેઓ પણ કાશ્મીર જવાના બદલે પંજાબ, ચંદીગઢ આસપાસના સ્થળોએ ફરવાનું પસંદ કરી રહ્યા છે.