બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 ડિસેમ્બર 2016 (13:16 IST)

આજે વિશ્વ ગ્રાહક દિવસ, ગ્રાહકો ખુશ છે ખરા ?

આજે વિશ્વ ગ્રાહક દિવસ. સરકાર જાહેરાતો દ્વારા ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ કરવા માટે અનેક પ્રયાસો કરે છે. પરંતુ સરકારની આ પહેલ પર પાણી ફેરવવા માટે તંત્ર મહેરબાન થઈને બેઠું છે. હાલમાં નોટબંધી બાદ અનેક ઈ પેમેન્ટના કેસમાં ઠગાઈ થઈ હોવાના કેસો પ્રકાશમાં આવ્યાં પરંતું આ કેસોનો નિકાલ તો ના થઈ શક્યો પણ સરકાર લોકોને એ બાબતનો વિશ્વાસ આપવામાંથી પણ બાકાત રહી કે ગ્રાહકોના ફાયદાઓ માટેના કેસ અમે સોલ્વ કરી બતાવીશું.  ત્યારે ગુજરાતમાં છેલ્લા પચીસ વર્ષમાં ૨૦,૬૭૭ કેસો શહેર-જિલ્લા ગ્રાહક ફોરમ અને સ્ટેટ કમિશનમાં પેન્ડિંગ પડયા છે. જેનો આજદીન સુધી નિકાલ આવ્યો નથી. આ અંગેના સૌથી વધુ પડતર કેસ વડોદરા શહેરમાં ૪ હજારથી વધુ છે. જ્યારે અમદાવાદમાં ૨,૮૫૭ ફરિયાદો પેન્ડિંગ છે. જેમાં ગ્રાહકો ચાતક નજરે ન્યાયની રાહ જોઇ રહ્યા છે.ગ્લોબલાઇઝેશનના આ જમાનામાં ગળાકાપ હરીફાઇ વચ્ચે કેટલીક વાર ગ્રાહકો છેતરાઇ જતા હોય છે. તેઓને કાયદાનું રક્ષણ અને ન્યાય આપવા માટે જિલ્લા-શહેર ગ્રાહક ફોરમ અને સ્ટેટ કમિશનની રચના ૧૯૯૦થી કરાઇ છે.૧ રૃપિયાથી લઇને ૨૦ લાખ સુધીના કેસો શહેર-જિલ્લા ગ્રાહક ફોરમમાં ચાલતા હોય છે. જ્યારે ૨૦ લાખથી એક કરોડથી ઓછી રકમના કેસો રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં તેમજ એક કરોડથી વધુની રકમના કેસો નેશનલ કમિશન દિલ્હીમાં ચાલતા હોય છે.ગુજરાતમાં છેલ્લા પચીસ વર્ષમાં શહેર-ગ્રાહક ફોરમમાં બે લાખથી પણ વધુ કેસો દાખલ થયા છે. જેમાંથી ૧૫,૭૫૪ કેસ હજુ વિવિધ જિલ્લાની કોર્ટોમાં પડતર છે. જ્યારે સ્ટેટ કમિશનમાં ૫૪,૩૦૨ કેસો દાખલ થયા હતા. તેમાંથી હાલ ૪,૯૨૩ કેસો પડતર હોવાનું જાણવા મળે છે.ગુજરાતમાં સૌથી વધુ ૫૦ હજારથી પણ વધુ ફરિયાદો વિવિધ વીમા કંપનીઓ સામે આવી ચૂકી છે. જેમાં દાવો નકારવો અને અધુરી રકમ આપવાની બાબત મુખ્ય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ અઢી લાખથી વધુ ફરિયાદો આવી ચૂકી છે.
 છેલ્લા ૨૫ વર્ષના પેન્ડિંગ કેસોના આંકડા
શહેર    પેન્ડિંગ કેસની સંખ્યા
અમદાવાદ શહેર    ૧,૧૩૧
અમદાવાદ શહેર(એડિશનલ)    ૭૮૫
અમદાવાદ ગ્રામ્ય    ૯૪૧
વડોદરા શહેર    ૨,૧૫૭
વડોદરા શહેર(એડિશનલ)    ૨,૧૨૭
સુરત શહેર    ૭૯૮
સુરત શહેર(એડિશનલ)૧,૪૧૨
રાજકોટ શહેર    ૩૯૮
રાજકોટ (એડિશનલ)    ૨૮૫
ગાંધીનગર    ૩૭૫
સાબરકાંઠા    ૧૯૨
મહેસાણા    ૩૫૬
બનાસકાંઠા    ૨૩૭
કચ્છ    ૫૩૦
જામનગર    ૧૪૫
અમરેલી    ૧૯૬
ભાવનગર    ૩૬૧
સુરેન્દ્રનગર    ૧૧૪
જુનાગઢ    ૩૧૦
પંચમહાલ    ૧,૧૬૬
ખેડા    ૧૩૧
ભરૃચ    ૭૬૭
વલસાડ    ૨૪૪
આણંદ    ૪૪૭
પાટણ    ૮૭
નવસારી    ૬૨
કુલ    ૧૫,૭૫૪