મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 10 ઑક્ટોબર 2016 (12:25 IST)

અમદાવાદમાં 800 મહિલા બુટલેગરો, 10રૂની કોથળી સામે કરે છે 10 લાખની કમાણી

રાજ્યોમાં જે વસ્તુ પ્રતિબંધિત હોય તે છાની રીતે વેચાતી હોય છે અને તેનો કારોબાર અંડરવલ્ડ કરતા પણ વિશાળ હોય છે. દારૂના ધંધામાં પુરુષો કરતા મહિલાઓની સક્રિયતાનો આંકડો નાનો નથી.  સ્માર્ટસિટી બનવા જતા અમદાવાદમાં દારૂના ધંધામાં 800 મહિલા બુટલેગરો દેશી દારૂનો ધંધો કરે છે. 10 રૂપિયાની દેશીદારૂની કોથળી વેચીને બુટલેગરો 10 લાખ સુધીની કમાણી કરી લે  છે.  અમદાવાદના વિસ્તારો જેવા કે છારાનગર, કંટોડિયાવાસ, નરોડા, કૃષ્ણનગર, ગોમતીપુર, મેઘાણીનગર, ઓઢવ, દરિયાપુર, વટવા, દાણીલિમડા, રામોલ, અમરાઇવાડી અને બાપુનગર એવા વિસ્તારો છે જ્યાં 50 થી 80 જેટલી મહિલાઓ દેશી દારૂ વેચે છે.સરદારનગર, છારાનગર, કાગડાપીઠનો કંટોડિયાવાસ અને વટવા આ ત્રણ ગામમાં મહિલા બુટલેગરોની સંખ્યા સેન્ચયુરીમાં છે. આ વિસ્તારની 100થી વધારે મહિલાઓ દેશી દારૂનો વેપલો કરે છે. આ મહિલાઓ સામે દારૂના કેસ થયા છે અને પોલીસના ચોપડે તે લિસ્ટેડ બુટલેગર છે.