શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 12 ઑક્ટોબર 2016 (11:52 IST)

દશેરાના દિવસે 211 દલિતોનું ધર્માંતરણ ,બૌધ્ધ ધર્મ અપનાવવામાં શિક્ષિત યુવાનો પણ સામેલ

એક સમયે ધર્માંતરણનો મુદ્દો દેશમાં રાજનૈતિક બન્યો હતો. તે હવે ફરીવાર પ્રકાશમાં આવ્યો છે. રાજ્યમાં દશેરાના દિવસે ધર્માંતરણ થયાના દાખલા પણ ઉડીને આંખે વળગ્યાં છે. દલિતો પર થતા અત્યાચારને લઇને દલિત સમાજમાંથી હવે ધર્માતરણ થવા માંડ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાંથી પણ દલિતો બૌધ્ધ ધર્મ તરફ વળી રહ્યા છે. દશેરના દિવસે રાજ્યમાં 211 દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. આ ધર્માંતરણ પાછળ ઉનાકાંડ કારણભૂત હોવાનું મનાવમાં આવી રહ્યું છે. ધર્માંતરણ કરનાર દલિતોમાં શિક્ષક, MBA સ્ટુડન્ટ સહિતના શિક્ષિતોનો સમાવેશ થાય છે. અમદાવાદ, કલોલ અને સુરેન્દ્રનગરમાં કાર્યક્રમ યોજાયા હતા. અમદાવાદના દાણીલીમડામાં આવેલા આંબેડકર હોલમાં ગુજરાત બુદ્ધિસ્ટ અકાદમીએ યોજેલા દીક્ષા ગ્રહણ સમારોહમાં 140 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી છે. અમદાવાદના ત્રણ સ્થળોએ યોજાયેલા સમાહરોહમાં અમદાવાદમાં 140, કલોલમાં 61 અને સુરેન્દ્રનગરમાં 11 લોકોએ દીક્ષા ગ્રહણ કરી હતી. કાર્યક્રમમાં બૌદ્ધ ભિખ્ખુ સંઘના મહામંત્રી પૂ.ભદન્ત પ્રજ્ઞાશીલ મહાથેરોએ ધમ્મ દીક્ષા આપી હતી.  આઝાદીના આટલા વર્ષ બાદ અસ્પૃશ્યતાનો વ્યવહાર આ ધર્મપરિવર્તનનો મુખ્ય મુદ્દો બન્યો હતો. રાજ્યમાં આજે દલિતો પ્રત્યે થતા અત્યાચાર અને અસ્પૃશ્યતાથી મજબૂર થઇને લોકો ધર્માતરણ કરી રહ્યા છે એમ માનવામાં આવી રહ્યું છે.