શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 21 ઑક્ટોબર 2016 (15:00 IST)

પતિને પત્નીએ જાણીતી RJ સાથે રંગરેલીયા મનાવતા રંગેહાથ પકડ્યો, પોલીસમાં વ્યભિચારની ફરીયાદ કરી

અમદાવાદ શહેરની એક જાણીતી RJ સામે મહિલાએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. પતિ આખી રાત ઘરે ન આવેલા પતિને શોધવા પત્ની RJના ઘરે પહોંચી ગઈ હતી, જેમાં બંને રંગેહાથ પકડાયા હતા. હાલ આ મુદ્દે બે બાળકીઓની માતા એવી મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં RJ સામે વ્યભિચારની ફરિયાદ નોંધાવી છે. જોકે, આ સમગ્ર મુદ્દે RJએ પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું છે.  મેમનગરમાં રહેતી મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેનો પતિ અને RJ સાથે નોકરી કરે છે. ગઈકાલે રાત્રે સાડાઆઠ વાગ્યે પતિ ઘરેથી સિગારેટ લેવાનું કહીં નીકળ્યો હતો. આખી રાત પતિ ઘરે ન આવતા મહિલા શંકાના આધારે વહેલી સવારે 6 વાગ્યે જુહાપુરા સ્થિત RJના ઘરે પહોંચી ગઈ હતી. મહિલાએ RJના ઘરને દરવાજો ખખડાવતા પતિ ત્યાં મળી આવ્યો હતો.  પતિ અને આરજે બંને સાથે ઝડપાતા મહિલાએ હોબાળો મચાવીને 100 નંબર પર કંટ્રોલરૂમમાં ફોન કરીને પોલીસ બોલાવી લીધી હતી. જેને પગલે મહિલા તેના પતિ અને RJ ત્રણેયને વેજલપુર પોલીસ સ્ટેશનમાં લવાયા હતા. આરજે અને મહિલા વચ્ચેના આક્ષેપો-પ્રતિઆક્ષેપોના અંતે મહિલાએ તેની સામે અરજી કરીને પગલાં લેવાની માંગ કરી હતી. મેમનગર વિસ્તારમાં રહેતી મહિલા અહીં જ આવેલી એક જાણીતી સ્કૂલમાં નોકરી કરે છે. આરજે સાથે પકડાયેલા યુવક સાથે મહિલાએ 2005માં લવ મેરેજ કર્યા હતા. હાલ તેમને બે પુત્રીઓ છે જેમાંથી એકની ઉંમર 8 વર્ષની છે જ્યારે બીજી પુત્રીની ઉંમર 18 માસ છે. મહિલાના આક્ષેપ પ્રમાણે છેલ્લા થોડા સમયથી પતિના વ્યવહારમાં બદલાવ આવી ગયો હતો અને તે અવારનવાર તેની સાથે ઝઘડા કરતો હતો.