શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 21 ઑક્ટોબર 2016 (14:50 IST)

સોશિયલ મીડિયાનો ચમત્કાર- ગરીબ પરિવારનો જીવ બચાવવા આખું શહેર ઉમટ્યું

વલસાડ સુગર ફેક્ટરી નજીક અકસ્માતનો ભોગ બનનાર વલસાડનાં પરિવારની હાલત હાલ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. જેમને શહેરનાં લોકો અને સંસ્થાઓ અને સમાજ તરફથી મદદ મળવાની શરૂ થઇ છે. ત્યારે અત્યાર સુધીનું તેમનું હોસ્પિટલનું બીલ રૂપિયા 9 લાખ થયું છે. જોકે હજી સુધી માત્ર રૂપિયા 2.5 લાખ ભેગા થયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તેમની હાલત અને બીલ સાથેનો વધુ એક મેસેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.  વલસાડની શુગર ફેક્ટરી નજીક વલસાડ પોતાના ઘરે પરત ફરી રહેલ પરિવારને દમણથી સુરત જઈ રહેલ સુરતીલાલાઓએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં પરિવારનાં ચારેય સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને સુરતની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરિવાર વલસાડમાં લારી પર લોચો વેચીને ગુજરાન ચલાવતું હતું. ત્યારે પરિવારના મોભી સહીત તેમની પત્ની, એક પુત્રી અને એક પુત્ર તમામને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે પરિવાર હોસ્પિટલના ખર્ચને પહોંચી વડે એમ ન હોય જેને કારણે તેમના પાડોશીઓ અને સબંધીઓએ મળી પરિવારને મદદ કરવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. સંલગ્ન એક મેસેજ થોડા દિવસો પૂર્વે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો અને લોકો પાસે પરિવાર માટે મદદની ગુહાર લગાવવામાં આવી હતી.  હાલ પરિવારના તમામ સભ્યો આઈ.સી.યુ માં છે. પરંતુ તમામના જીવ હવે બચી ગયા છે. પિતા પીયુશભાઈને કમરના ભાગે ઈજા છે. જ્યારે માતાને મગજના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને નાની બાળકીને પગના ભાગે ઓપરેશનની જરૂર છે.તેમજ પુત્રને હાથના ભાગે ઈજાઓ પહોંચી છે. આ તમામનો અત્યાર સુધીનો હોસ્પિટલ ખર્ચ બીલ 9 લાખ સુધી પહોંચી ગયો છે. આવનારા દિવસોમાં આ ખર્ચ વધશે એમ પરિવારના સ્વજનો જણાવી રહ્યા છે. હાલ પરિવાર માટે શહેર આખામાંથી મદદ મળી રહી છે પરંતુ માંડ રૂપિયા 2.5 લાખ ભેગા થયા છે ત્યારે અત્યાર સુધીનો ખર્ચ રૂપિયા 9 લાખ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યો છે જે વધીને રૂપિયા 15લાખ સુધી જવાની શક્યતા છે. જેથી શક્ય એટલા વધુ લોકોની મદદની હજી જરૂર છે. ઘણાં સમાજ અને સંસ્થાઓ દ્વારા ભંડોળ એકત્ર કરવામાં આવી રહ્યું છે.