શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ. , સોમવાર, 3 ઑક્ટોબર 2016 (16:19 IST)

પાકિસ્તાનથી 2 સંદિગ્ધ બોટ ભારત તરફ રવાના, 26/11 જેવા હુમલાની આશંકા

પીઓકેમાં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાન સાથે જોડાનારી સીમા પર હાઈ એલર્ટ રજુ કરવામાં આવ્યુ છે.  આ દરમિયાન મલ્ટી એજંસી સેંટરે એલર્ટ રજુ કર્યુ છે કે પાકિસ્તાનના કરાંચીથી રવાના થયેલ બે સંદિગ્ધ બોટ ગુજરાત કે મહારાષ્ટ્ર તરફ વધી રહી છે. એટલુ જ નહી ઈંટેલિજેંસે આ બોટની લંબાઈ અને ચોડાઈ પણ બતાવી દીધી છે. 
 
26/11 ના જેવો જ હુમલો થવાની આશંકા 
 
સૂચના મુજબ તેમાથી એક બોટ તકનીકી ખરાબીને કારણે હાલ પાકિસ્તાની સીમાની અંદર જ છે કે જ્યારે કે બીજી તેની આસપાસ છે. ગુપ્ત એજંસીઓએ મુંબઈમાં થયેલ 26/11 હુમલાના જેમ બીજો આતંકી હુમલો થવાની આશંકા બતાવી છે. રવિવારે પણ ગુજરાતમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે કોસ્ટ ગાર્ડે એક પાકિસ્તાની બોટની ધરપકડ કરી હતી.  બોટ ભારતીય જળ સીમામાં જોવા મળી હતી અને તેમા 9 લોકો સવાર હતા.  જેમની ધરપકડ કરવામાં આવી છે. બોટમાં પકડાયેલા લોકો ખુદને માછીમાર બતાવી રહ્યા હતા. પણ ભારતીય કોસ્ટગાર્ડ કોઈ પણ પ્રકારનુ જોખમ લેવા માંગતા નથી.