ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 જાન્યુઆરી 2017 (15:45 IST)

પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત. એરપોર્ટથી સીધા વાઈબ્રન્ટ પહોંચ્યા

તમામ લોકોની નજર આવતી કાલથી શરૂ થનારા વાઈબ્રન્ટ ગુજરાતની સમિટ પર ટિકાયેલી છે. ત્યારે આજે બપોરે વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને સીધા વાઈબ્રન્ટ પર પહોંચ્યાં હતાં. એરપોર્ટ પર ગુજરાતના રાજ્યપાલ ઓ.પી કોહલી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમનું સ્વાગત કર્યું હતું. . મોદી એરપોર્ટથી સીધા ગાંધીનગર મહાત્મા મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે વાઇબ્રન્ટ અંગેની તૈયારીઓની માહિતી મેળવી હતી. તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ તેઓ રાજભાવન પહોંચ્યા હતા.