ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 19 નવેમ્બર 2016 (13:13 IST)

મોદીએ વિપક્ષો પાસેથી નોટ અને વોટ બન્ને છીનવી લીધા

વૈષ્ણવાચાર્ય ષષ્ઠ પિઠાધીશ દ્વારકેશલાલજી મહારાજના ૫૦મા જન્મ દિન નિમિતે યોજાયેલા સમારંભમાં શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૃપાણી, યોગ ગુરૃ બાબા રામદેવ અને દ્વારકાપીઠના દંડી સ્વામી સદાનંદ સરસ્વતીજી  ઉપસ્થિત રહ્યા હતાં. બાબા રામદેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગલાના વખાણ કરતા કહ્યુ હતું કે મોદીએ એક ઝાટકે વિપક્ષો પાસેથી નોટ અને વોટ બન્ને છીનવી લીધા છે. મોદીના આ પગલાથી તેમના જીવને આંતકવાદીઓ, દેશ વિરોધી તત્વો, મોદી વિરોધી રાજકારણીઓ અને કાળાધનવાળાઓથી ખતરો છે. હવે અચ્છે દિન આવી રહ્યા છે અને બુરા લોકોના બુરા દિનની શરૃઆત થઇ ગઇ છે. દેશમાં ૫૦ લાખ કરોડનો બિઝનેશ વિદેશીઓના હાથમાં છે. દર વર્ષે વિદેશમાંથી એક લાખ કરોડ રૃપિયા ધર્મ પરિવર્તન માટે આવે છે. મોદીના અભિયાનથી જીડીપીનો આંક ૨૦૦ લાખ કરોડ પર પહોંચી જશે. રૃપિયો ડોલર અને પાઉન્ડ કરતા પણ મજબુત થશે. આ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કહ્યુ હતું કે પ્રધાનમંત્રની લશ્કરી અને નાણાકીય સર્જીકલ સ્ટ્રાઇકથી દેશમાં નવો આત્માવિશ્વાસ ઉભો થયો છે તે સાથે ધર્માચાર્યોના સંકલ્પથી જગતમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની નવી પ્રતિષ્ઠા થઇ રહી છે. રાજ્ય સરકારે ગીર અને જાફરાબાદી ગાયોની નસ્લ સુધારણાનો કાર્યક્રમ પણ હાથ ધર્યો છે. જ્યારે દ્વારકેશલાલજી મહારાજે કહ્યુ હતું કે મારા પાંચ દાયકાના જીવનનું ધ્યેય આધ્યાત્મના માર્ગે માનવ કલ્યાણની દિશા ચિંધવાનું રહ્યુ છે. સેવાની સરીતા જન જન સુધી પહોંચાડવી એ મારો સંકલ્પ છે.