શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 21 જાન્યુઆરી 2017 (13:58 IST)

અમદાવાદમાં પ્રથમ વખત યોજાશે NRG ગરબા

કવિ ખબરદાર સાહેબની એક કાવ્યપંક્તિ છે જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાત બહાર એક કરોડ અને ભારત બહાર આશરે 65 લાખ એનઆરજીઓ વસે છે. તેમના દિલમાં રહેલો વતન પ્રેમ વિવિઘ રીતે અમલમાં હોય છે. ત્યારે કવિ ખબરદાર સાહેબની આ પંક્તિને ખરેખર સાચી ઠેરવતી બાબતો અનેક છે. તેમાંની એક બાબત હવે અમદાવાદમાં જોવા મળશે. અમદાવાદમાં આગામી 28મી જાન્યુઆરીએ ગ્લોબલ ગુજરાતી સંગઠનના ઉપક્રમે એનઆરજી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતેના નારણપુરા સ્થિત નવદિપ હોલમાં યોજાનારા આ ગરબા મહોત્સવમાં આશરે 500થી વધુ એનઆરજી ભાઈ બહેનો ભાગ લેશે. જે લોકોએ દરિયા પાર ગરબાની સંસ્કૃતિનું જતન કર્યું છે તેવી કેટલિક વ્યક્તિ વિશેષનું અભિવાદન પણ કરવામાં આવશે. આ વ્યક્તિ વિશેષમાં ભારતીબેન જોશી ( લંડન), સવિતાબેન પટેલ (ફિજી), અશોકભાઈ ગોકળદાસ પટેલ ( અમેરિકા), જોગિંગરસિંહ છાબરા ( ઓસ્ટ્રેલિયા)ચેતન જેઠવા, સ્મિતા સુધીર શેઠ, રિયા શર્મા, ભાવનાબેન ગોકલાણી, ભાવિન ઠાકર અને રશ્મિન સાવલિયાનો સમાવેશ થાય છે. આ ગરબા મહોત્સવમા જાણીતા ગાયક પાર્થ ઓઝા અને સંજય ઓઝા રાસ ગરબા ગવડાવશે.