શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 20 ઑક્ટોબર 2016 (14:46 IST)

સરહદમાં ઘૂસી આવેલા પાકિસ્તાનીને 2 વર્ષની કેદ

પાટણ જિલ્લાના સાંતલપુરની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી એક વર્ષ અગાઉ એક પાકિસ્તાની નાગરીક કોઇપણ પરમીટ વગર ભારતની હદમાં ગાયો કાઢવા ઘૂસી આવતાં તેને પકડી લેવાયો હતો જેની સામેનો કેસ બુધવારે વારાહી કોર્ટમાં ચાલી જતાં ફોરેનર્સ એકટ હેઠળ 2 વર્ષની સાદી કેદ અને રૂ.10000 દંડ ન ભરેતો વધુ 6 માસ કેદની સજા ફટકારવામાં આવી હતી.  પાકિસ્તાનના નગર પારકર જિલ્લાના સુરાચાંદ ગામના ખોડાભાઇ ગાજીભાઇ કોળી ગત 7 ઓકટોબર 2015ના રોજ સવારે 7 વાગ્યાના સુમારે કોઇ પણ જાતના વિઝા વગર ગેરકાયદેસર રીતે ભારતની હદમાં આવતાં આંતરરાષ્ટ્રીય સરહદનાપીલ્લર નં. 983/એમપી પાસેથી બીએસએફના જવાનોએ પકડી લીધો હતો.જેની સામે સાંતલપુર પોલીસ મથકે ફોરેનર્સ એકટ મુજબ ગુનો દાખલ થયો હતો.  જેનો કેસ  વારાહી જ્યુડીશીયલ કોર્ટમાં મેજિસ્ટ્રેટ મોહીતકુમાર શાહ સમક્ષ ચાલ્યો હતો . બુધવારે અંતિમ સુનાવણી થતાં કોર્ટે આરોપી ખોડાભાઇ કોળીને ધી ફોરેનર્સ એકટ 1946ની કલમ 14(એ) મુજબના ગુનામાં તકસીરવાર ઠરાવી 2 વર્ષની સખત કેદ અને રૂ.10000 દંડ ન ભરેતો વધુ 6 માસ કેદ ભોગવવાનો હુકમ કર્યો હતો. જ્યારે આઇપીઆર એકટ કલમ 3,6 હેઠળના ગુનામાં નિર્દોષ છોડી મૂકાયો હતો.