નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં દાખલ !!

heera ba
Last Modified શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2016 (12:10 IST)

PM નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત બુધવારે લથડી હતી. તેમને 108 બોલાવી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા એટલું જ નહિ હોસ્પિટલના જનરલ બોર્ડમાં તેમની તપાસ સામાન્ય દર્દીઓની જેમ જ થઇ હતી.

સામાન્ય રીતે હોસ્પિટલમાં વીઆઇપી લોકો માટે ડોકટરોની લાઇન લાગી જતી હોય છે. પણ હીરાબાનો સાથે આવું ન થયું. તેમને 108 માં તેના કર્મચારીઓ સ્ટ્રેચર પર સુવડાવીને હોસ્પિટલ લઇ ગયા હતા અને જનરલ વોર્ડમાં જ દાખલ કરાયા હતા.95 વર્ષના હીરાબાની સારવાર કરનાર ડો. પરેશ વોરાએ કહ્યું હતું કે, ઇસીજી, એકસ-રે અને બ્લડ ટેસ્ટ બાદ સાંજે રજા આપી દેવાઇ હતી.
હીરાબા નાના પુત્ર પંકજ સાથે ગાંધીનગરના સેકટર-22માં રહે છે. પીએમના પરિવારને એસપીજી સુરક્ષા મળે છે પણ તેમણે સુરક્ષા પણ લીધી નથી.


આ પણ વાંચો :