શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 17 ઑક્ટોબર 2016 (13:21 IST)

વલસાડના બેંક મેનેજરની કરતૂત, યુવતીને ફેસબુક પર પ્રેમજાળમાં ફસાવી અશ્લિલ વીડિયો બનાવ્યો

સોશિયલ મીડિયામાં મિત્ર બનીને મહિલાઓ પોતાનું શિયળ લુંટાતું હોવાની અવારનવાર ફરિયાદો કરતી રહે છે ત્યારે  આવો જ એક કિસ્સો વાપીમાં બન્યો છે. મળતી માહિતી પ્રમાણે વલસાડના એક બેન્ક મેનેજરે વાપીમાં રહેતી યુવતી સાથે ફેસબુક ઉપર મિત્ર બનાવી તેને પોતાના પ્રેમજાળમાં ફસાવીને અનેકવાર યુવતીનું શરીર ભોગવ્યું હતું. યુવતીએ આ અંગે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મેનેજરે યુવતી સાથેની માણેલી અંગત પળોના ફોટા પાડ્યા હતા ઉપરાંત તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ ફોટા અને વીડિયો ઇન્ટરનેટ ઉપર અપલોડ કરવાની ધમકી આપીને અનેકવાર રેપ કર્યો હતો. વાપી ચલા સ્થિત ગુરૂકુળ માર્ગ ઉપર આવેલી અવધ રેસિડેન્સીમાં રહેતા અને વલસાડની ખાનગી બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતા સેમ્યુલ સુરેશભાઇ ચંદ્રાએ વાપીના છરવાડા માર્ગ સ્થિત આવેલી એક સોસાયટીમાં રહેતી અરુણા (નામ બદલ્યું છે) અને સીએની વિદ્યાર્થીની પર પ્રેમના નામે નાટક કરી તેનું જાતીય શોષણ કર્યુ હતું. ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં અરુણાએ જણાવ્યા પ્રમાણે, બે વર્ષ અગાઉ તે સેમ્યુલ જ્યાં નોકરી કરતો હતો ત્યાં ખાનગી બેન્કમાં એકાઉન્ટ ખોલાવવા ગઇ હતી. ફોર્મમાંથી મારો મોબાઇલ નંબર લઇને મને ફોન કર્યો હતો. બાદમાં સેમ્યુલે મને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાવી હતી. રેણુકા ઘરેથી ટ્યુશન જવા માટે નીકળતી ત્યારે સેમ્યુલ તેનો પીછો પણ કરતો હતો. બાદમાં ફેસબુક પર બંન્ને વચ્ચે વાતો થવા લાગી હતી.