શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 જાન્યુઆરી 2017 (12:55 IST)

સુરતના ડાયમંડ કિંગે 1200 કર્મચારીઓને આપી કારની ભેટ

દર દિવાળીએ કર્મચારીઓને ભેટમાં કાર-દાગીના અને ફલેટ આપવા જાણીતા દિલદાર ડાયમંડ કિંગ સવજી ધોળકીયાએ 1200 કારનું વિતરણ મોરારિબાપુના હસ્તે કર્યું હતું. કારના વિતરણ અગાઉ સવજીભાઈએ મોરારિબાપુને લક્ઝુરિયસ કાર ભેટમાં આપવાની વાત કરી હતી. પરંતુ તેમણે સહજતાથી અસ્વિકાર કર્યો હતો. જો કે બાપુએ કર્મચારીઓને હનુમંત રથ નામ આપેલી કાર આપતા જણાવ્યું હતું કે, જીવનમાં સહજતા સાથે સ્વિકારની ઉદાત ભાવના અંગે વાત કરી હતી.હરેક્રુષ્ણ ગ્રૂપ દ્વારા શનિવારે 1200 કર્મચારીને દિવાળીના બોનસ રૂપે મોરારિબાપુ દ્વારા કાર આપવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે વડના વૃક્ષનું રોપણ કરી તેને વિશ્વાસ વડલો નામ આપ્યું હતું. આ પ્રસંગે બાપુએ જણાવ્યું હતું કે, વિશ્વાસનો વડલો વાવશો તો માલિકો અને કર્મચારીઓ વચ્ચે પ્રેમનો સેતું હંમેશા બની રહેશે. સવજીભાઈ ધોળકિયાને ત્યાં યોજાયેલા કાર્યક્રમમાં પોતાની અસ્ખલિતવાણીમાં મોરારિબાપુએ રામાયણને કેન્દ્રમાં રાખીને કહ્યું કે પ્રત્યેક માણસે પોતાને મળેલી સમૃદ્ધિ,કીર્તિ અને કવિતે એટલે કે નવો વિચાર બીજાના ઉપયોગ માટે કરવો જોઇએ. તો જ ગંગાજીની જેમ પવિત્ર અને નિર્મળ બનીને એ માણસ સતત વહેતો રહેશે.હરેકૃષ્ણ એક્સપોર્ટ્સના શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ 1660 કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાંથી 1200 કર્મચારી એવા છે જેનો પગાર 10,000 થી 60,000 સુધીનો છે. 400 કર્મચારીઓને મકાન આપવાનો નિર્ણય કરાયો છે જેના માટે કર્મચારીઓએ કોઈ ડાઉન પેમેન્ટ રકમ ચૂકવવાની રહેશે નહીં. કર્મચારી પર બોજો ન પડે તે હેતુથી દર મહિને 5 હજારનો હપ્તો પાંચ વર્ષ સુધી કંપની ભરશે. જે કર્મચારીને કાર આપવામાં આવશે તેને મારૂતિ તેમજ નિસાનની કારનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ગયા વર્ષે કંપની દ્વારા 491 કાર, 200 મકાન તેમજ જ્વેલરી બોક્સ બોનસ તરીકે આપવામાં આવ્યા હતા