1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 26 ઑગસ્ટ 2016 (12:34 IST)

જાપાનના ગુજરાતી વેપારીનો સુરતી વેપારીઓને 100 કરોડ આપવા ઇનકાર

સુરતમાં ફરીવાર હીરા બજારમાં ચર્ચાઓએ બજારને ચોંકાવી દીધું હતું. માર રોડ અને કતારગામ વિસ્તારમાં આવેલી એક ડાયમંડ ફેકટરી ધરાવતી એક ડાયમંડ કંપની સાથે રૂપિયા 100 કરોડની છેતરપિંડી થયાના સમાચાર બજારમાં ફેલાતા સુરત-મુંબઇના વેપારીઓ ચોંકી ઉઠ્યા હતા.જાપાનમાં રહેતા હીરાના ગુજરાતી વેપારીએ સુરતની એક ડાયમંડ કંપનીને 100 કરોડ રૂપિયા આપવાનો ઇનકાર કરી દેતા સુરત-મુંબઇ સહિતના ડાયમંડ બજારમાં ખળભળાટ મચી ગયો છે.

સૂત્રોના પ્રમાણે, જાપાનમાં રહેતા એક ગુજરાતી હીરાના વેપારીએ સુરતની એક કંપનીને હીરાની મજૂરીના રૂપિયા 100 કરોડ રૂપિયા ચૂકવવા માટે હાથ ઉંચા કરી દીધા છે. જોકે, હજુ સુધી આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.સુરતની કંપનીએ છેલ્લાં એક વર્ષમાં રૂ. 100 કરોડની મજૂરીની રકમ થતી હતી. પણ જાપાનમાં રહેતા પ્રતીક નામના વેપારીએ મજૂરીની રકમ ચૂકવવાનો ઇન્કાર કરી દીધો છે. જાપાનમાં રહેતા પ્રતિક નામનો એક ગુજરાતી વેપારી જવેલરીનો શોરૂમ ચલાવે છે. આ વેપારી સુરતની એક જાણીતી ડાયમંડ કંપનીને રફ ડાયમંડ જોબ વર્ક માટે મોકલતો હતો. સુરતની ડાયમંડ કંપની જાપાનથી આવતા જાડા પોઇન્ટર રફ ડાયમંડ પોતાની એ.કે. રોડ અને કતારગામમાં આવેલી ડાયમંડ ફેકટરીમાં કટીંગ એન્ડ પોલીશ્ડ કરીને ફરી જાપાન મોકલતી હતી.