1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Updated : શુક્રવાર, 17 મે 2024 (16:02 IST)

શાહરૂખ, આમિર અને સલમાનનુ એક સાથે કામ કરવુ ફિલ્મ હિટ થવાની ગેરંટી નથી.. MI ની હાર પર વીરેન્દ્ર સહેવાગે કેમ કરી આ વાત ?

મુંબઈ ઈંડિયંસની ટીમ શુક્રવારે આઈપીએલ 2024માં પોતાની અંતિમ લીગ મેચ રમશે. આ મેચમાં ટીમનો સામનો કેએલ રાહુલની કપ્તાનીવાળી લખનૌ સુપર જાયંટ્સની ટીમ સાથે થશે. પોતાના ઘરે વાનખેડેમાં રમાનારી આ મેચમાં મુંબઈની ટીમ ઈચ્છેશે કે તે આ મેચમાં જીત મેળવીને સીજનનો અંત જીત સાથે કરે. 
 
સ્પોર્ટ્સ ડેસ્ક. નવી દિલ્હી. પાંચ વારની ચેમ્પિયન મુંબઈ ઈંડિયંસનુ આઈપીએલ-2024 સારુ રહ્યુ નથી. આ ટીમ આ વખતે પ્લેઓફ માટે પણ ક્વાલિફાય કરી શકી નથી.  આ વખતે ટીમે નવો દાવ રમ્યો હતો અને રોહિત શર્માને હટાવીને હાર્દિક પડ્યા ને પોતાનો કપ્તાન બનાવ્યો હતો. પણ  ટીમનો આ દાવ ચાલ્યો નહી અને તેને ખરાબ પ્રદર્શનનુ શિકાર થવુ પડ્યુ. મુંબઈનો આ દાવ કેમ ન ચાલ્યો અને આ ટીમને શુ થયુ તેના પર ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે પોતાનો વિચાર પ્રગટ કર્યો છે. 
 
મુંબઈની ટીમ શુક્રવારે પોતાની અંતિમ લીગ મેચ રમશે. આ મેચમાં ટીમનો સામનો કેએલ રાહુલની કપ્તાનીવાળી લખનૌ સુપર જાયંટસ સાથે કરશે.  પોતાના ઘર વાનખેડેમાં રમાનારી આ મેચમાં મુંબઈની ટીમ ઈચ્છશે કે તે આ મેચમાં જીત મેળવીને સીજનનો અંત જીત સાથે કરે. 
 
સહેવાગે લીધુ ત્રણ ખાનનુ નામ 
મુંબઈની ટીમમા એકથી એક ખેલાડી છે. આ ટીમમાં ટી20 નો નંબર 1 બેટ્સમેન સૂર્ય કુમાર યાદવ છે તો બીજી બાજુ વર્તમાન સમયના શ્રેષ્ઠ ઝડપી બોલરમાંથી એક જસપ્રીત બુમરાહ છે.  ઈશાન કિશન, ટિમ ડેવિડ જેવા આક્રમક બેટ્સમેન છે. પણ છતા ટીમ જીત મેળવી શકી નહી.  મુંબઈની સ્થિતિ પર સેહવાગે બોલિવૂડના ત્રણ મોટા ખાન શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનના નામ લીધા હતા.
 
સહવાગે ક્રિકબજ સાથે વાત કરતા કહ્યુ કે મને એક વાત બતાવો. શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાન  એક ફિલ્મમાં હોય તો શુ એ ગેરંટી છે કે ફિલ્મ હીટ જશે ?   તમારે સારું રમવું પડશે? તમારે સારી સ્ક્રિપ્ટની જરૂર છે. આથી ગમે તેટલા મોટા નામો હોય પણ બધાએ મેદાનમાં આવીને પ્રદર્શન કરવું જ પડે છે. રોહિત શર્માએ સદી ફટકારી અને મુંબઈ હારી ગયું. બાકીના પ્રદર્શનો ક્યાં ગયા?"
 
માત્ર બે જ ખેલાડીઓ ચમક્યા
સેહવાગે કહ્યું, "ઈશાન કિશન આખી સિઝન રમ્યો પરંતુ તે પાવરપ્લેથી આગળ વધી શક્યો નહીં. હાલમાં મુંબઈના બે લોકો સારું રમી રહ્યા છે અને તે છે જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ. આ બે એવા ખેલાડીઓ છે રિટેન કરી શકાય છે  ત્રીજું અને ચોથું નામ કોણ હશે તે જોવું પડશે."...