શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|
Last Modified: પોરબંદર , રવિવાર, 31 જાન્યુઆરી 2010 (10:41 IST)

ગાંધીજીની નીતિને અનુસરે છે મોદી : ગડકરી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મોદી શાસનથી પ્રભાવિત

પોરબંદર ખાતે ગાંધીમૂલ્યો આધારિત રેતશિલ્પ પ્રદર્શન ખુલ્લુ મૂકતાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપર ખુલ્લા અને પ્રશંસાના પુષ્પો વેર્યા હતાં. તેમણે મુખ્યમંત્રીને ગાંધીજી અને પંડિત દિનદયાળ ઉપાધ્યાયની વિચારસરણીને અનુસરતા હોવાનું કહ્યું હતું.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો હોદ્દો સંભાળ્યાં બાદ ગડકરી પ્રથમ વખત જ ગુજરાત પ્રવાસે આવ્યાં હતાં. તેમણે પણ ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો જલવો જોયો. મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત ગડકરીએ સભાસ્થળેથી જ મોદીની કલ્યાણ યોજનાને બિરદાવી હતી.

ગુજરાતમાં યોજાઈ રહેલા રાજ્ય સરકારના ગરીબ કલ્યાણ મેળામાં પ્રથમ વખત પોરબંદરમાં ઉપસ્થિત રહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીએ મુખ્યમંત્રીની કાર્યપ્રદ્ધતિને બિરદાવતા ઉમેર્યું કે, તેઓ ગાંધી અને દિનદયાળ ઉપાધ્યાયની વિચારસરણીને અનુસરી રહ્યાં છે અને તેના આધારે જ આ પ્રકારના મેળાઓને સફળતા મળે છે અને તે આધારે કહી શકુ કે, મોદીએ ગુજરાતને દેશભરમાં ઉચ્ચ સિદ્ધિ સાથે ટોચ પર બેસાડેલ છે. એટલું જ નહીં પરંતુ અન્ય રાજ્યોએ પણ ગુજરાતને રોલ મોડલ બનાવવું જોઈએ.