શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (11:29 IST)

ગોધરાની 7મી વરસી નિમિત્તે શાંતિ

શુક્રવારે ગોધરા કાંડની સાતમી વરસી હતી. તે દરમિયાન વડોદરા, ગોધરા, અમદાવાદ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવામાં આવી હતી. તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમાં પણ મધ્યગુજરાતમાં પોલીસે એસઆરપી અને આરએએફને પણ ગોઠવી દીધી હતી.

સાત વર્ષ પહેલાં 27 ફેબ્રુઆરી 2002નાં રોજ અયોધ્યાથી આવી રહેલી સાબરમતી એક્સપ્રેસને ગોધરા સ્ટેશન પર રોકીને કેટલાંક દેશદ્રોહી લોકોએ 60 લોકોને જીવતાં સળગાવી મુક્યા હતા. તેને કારણે સમગ્ર રાજ્યમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા.

તો બીજીબાજુ સુરતમાં નવા એરપોર્ટ ટર્મીનલનો ઉદ્ઘાટન સમારોહ 27 ફેબ્રુઆરીનાં રોજ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના હતા. પણ કોઈક કારણોસર તે હાજર રહી શક્યા નહતા. તેના માટે સુરત શહેરમાં પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો. પણ મોદીએ છેલ્લી ઘડીએ ગેરહાજર રહ્યા હતા. જો કે તેના માટે તેમની સુરક્ષાનો પ્રશ્ન હોવાનું જાણવા મળ્યું છે.