શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By નઇ દુનિયા|

યોજના પુરી કરવા ઈમાનદાર પ્રયત્નો જરૂરી

ઝાબુઆ(એજન્સી) પ્રધાનમંત્રી દ્વારા દાહોદ-ઈન્દોર રેલ પરિયોજનાનો શિલાન્યાસ થઈ રહ્યો છે, પણ આટલી મોટી રકમ એકઠી કરવી અને તેના અમલીકરણ પર ઈમાનદારીપૂર્વક પ્રયત્નો કર્યા સિવાય આ કાર્યક્રમ માત્ર એક સપનુ જ સાબિત થશે. 200.97 કિમી.ની આ યોજના માટે હમણા ઓછી રકમ છે, જે ઉંટના મોઢામાં જીરુ જેવો ઘાટ છે. કામની શરૂઆત જ જમીન મેળવવાથી થશે. જેમાં સૌથી વધુ રકમ વળતર સ્વરૂપે આપવી પડે છે.

આદિવાસી વિસ્તારની કાયાપલટ કરનારી આ યોજનાને 2008ના બજેટમાં ઓછામાં ઓછી 500 કરોડ રૂપિયાની જરૂર પડશે. જો તે રકમ પુરી નહીં અપાય તો આ યોજનાને લઈને કરવામાં આવેલી બધી આશંકાઓ સાચી સાબીત થશે. 1989ના રેલ્વે બજેટમાં તાત્કાલિન રેલ્વેમંત્રી માધવરાવ સિંધિંયા દ્વારા આ યોજનાની મંજૂરીની જાહેરાત કરવામાં આવી હતી અને પહેલી વાર જ ફક્ત એક કરોડ રૂપિયા જ ફાળવવામાં આવ્યા હતા.

મક્સી અને દેવાસની વચ્ચે રેલમાર્ગ બનવાથી ગોધરા-દાહોદની વચ્ચે પહેલા જ હાજર રેલવે લાઈનને માનીની લેતા 19 વર્ષ જુની ગોધરા-મક્સી રેલવે લાઈનને હવે નવુ નામકરણ દાહોદ-ઈંદોર કરી દીધુ છે. દાહોદથી પિટોલ, ઝાબુઆ, સરદારપુર, ગુણાવદ, સાગોર કુટી અને પીથમપુરથી થતા આ લાઈનને ઈંદોરથી રાઉ વિસ્તાર સાથે જોડાશે. યોજના આયોગે આ પરિયોજનાને હંમેશા ખોટનો ધંધો બતાવ્યો હતો.