1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગાંધીનગરઃ , સોમવાર, 13 જુલાઈ 2015 (15:59 IST)

વિધાનસભાનું સત્ર ઓગસ્ટમાં

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી ઓગસ્ટ માસના ત્રીજા  સપ્તાહે યોજાય તેવી શકયતાઓ વધી છે. આ ચોમાસુ સત્ર એક સપ્તાહ એટલે કે ૨૮ ઓગસ્ટ અથવા તો ૪ સપ્ટેમ્બર સુધી ચાલે તેવી શકયતા છે. ગુજરાત સરકાર ભારતીય સંસદનું ચોમાસુ સત્ર પૂરું થયા બાદ વિધાનસભા સત્ર યોજવાનો વિચાર કરી રહી છે. ભારતીય સંસદનું ચોમાસુ સત્ર ૨૧ જુલાઇથી ૧૩ ઓગસ્ટ સુધી ચાલશે, જેથીગુજરાતમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર ઓગસ્ટ માસના ત્રીજા સપ્તાહે યોજાશે. આ સત્ર દરમિયાન ભાજપ સરકાર અત્યંત મહત્ત્વપૂર્ણ ફરજિયાત મતદાન બિલની વિવિધ જોગવાઇને અંતિમ સ્વરૂપ આપવાની   બાબતને પ્રાથમિકતા આપશે, જોકે અન્ય સત્રની જેમ જ આ સત્ર પણ કેટલાક મુદ્દે વિપક્ષ તરફથી તોફાની બનવાની શકયતા છે.