બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|
Last Modified: ગુરુવાર, 11 ઑગસ્ટ 2011 (14:26 IST)

હવે ગુજરાત ડીઆઈજી રાહુલ શર્મા પણ સંકટમાં

ગુજરાતમાં આઈપીએસ સંજીવ ભટ્ટ પછી હવે ડીઆઈજી રાહુલ શર્મા પર સરકારી કાર્યવાહીની વીજળી ત્રાટકી શકે છે. નરેન્દ્ર મોદીએ રાહુલ શર્મા વિરુદ્ધ ચાર્જશીટને મંજૂરી આપી છે. હવે સંજીવ ભટ્ટની જેમ રાહુલ શર્મા પર પણ કાર્યવાહી થઈ શકે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે 2002ના ગુજરાત તોફાનો બાબતે નરોડા પાટિયાન મામલે રાહુલ શર્માએ નાણાવટી તપાસને ફોન કોલની માહિતી આપી હતી. આ સીડીને કારણે મામલો ચર્ચામાં આવ્યો હતો અને ઘણા નેતાઓ પર આંગળી ઉઠી હતી.

રાહુલ શર્માના આ રવૈયાથી નારાજ સરકારને રાહુલ શર્મા વિરુદ્ધ વિભાગીય તપાસનો આદેશ આપ્યો હતો. જે સમયે ગુજરાતમાં તોફાનો ભડક્યા હતા એ સમયે શર્મા ભાવનગરમાં ડ્યુટી પર હતા અને તેમણે મંત્રીઓ અને અધિકારીઓની એક સીડી બનાવી હતી, જેમાં તેમની કોલ ડિટેલ્સ હતી. હવે આ એક મુખ્ય પુરાવો માનવામાં આવી રહ્યો છે.