ઈટાલિયન રેસીપી પાસ્તા ઈંડિયન સ્ટાઈલમાં

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 500 ગ્રામ પાસ્તા, 1 કાપેલી ડુંગળી, 1 કાપેલું ગાજર, 1 બારીક કાપેલું કેપ્સિકમ, દોઢ ચમચી લસણની પેસ્ટ, 4-5 લીલા મરચાં, 4 ચમચી ટોમેટો પ્યુરી, 1 ચમચી ચિલિ સૉસ. 1 ચમચીલાલ મરચું પાવડર, અડધી ચમચી આમચુર પાવડર, 2 ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી જીરું, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદાનુસાર મીઠું, 4 કપ પાણી.

બનાવવાની રીત - એક કઢાઈમાં પાણી ગરમ કરો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં પાસ્તા અને થોડું મીઠું નાંખો. પાસ્તા સારી રીતે ચઢી જાય એટલે તેમાંથી પાણી કાઢીને પાસ્તા એકબાજુએ મૂકી દો અને ઠંડા થવા દો. હવે એક કઢાઈ લો અને તેમાં લસણની પેસ્ટ અને કાપેલા લીલા મરચાં નાંખો. તેને મિક્સ કરો ઉપરથ કાપેલી ડુંગળી, ગાજર અને કેપ્સિકમ પણ ઉમેરો અને આ મિશ્રણને ધીમી આંચે ચઢવા દો.
જ્યારે શાકભાજી થોડા-થોડા ચઢી જાય એટલે તેમાં સ્વાદાનુસાર મીઠું, 4 કપ પાણી, ટોમેટો પ્યુરી, ગરમ મસાલો, જીરું પાડવર, લાલ મરચું, આમચુર પાવડર, લીલું મરચું, કાળા મરીનો પાવડર અને ચિલિ સૉસ નાંખી ઉકાળો. જ્યારે આ પેસ્ટ થોડી ઘટ્ટ થઇ ઉકળવા લાગે એટલે તેમાં પાસ્તા ઉમેરો અને થોડીવાર સુધી મધ્યમ આંચે પાસ્તામાં પેસ્ટનો મસાલો ચઢે એ રીતે રંધાવા દો અને થોડીવાર બાદ ગેસની આંચ બંધ કરો. ત્યારબાદ પાસ્તાને જે-તે વાસણમાં કાઢી ઉપરથી થોડી કોથમીર અને ચીઝ છીણીથી ગાર્નિશ કરી ગરમાગરમ પીરસો.


આ પણ વાંચો :