કૉર્ન મંચુરિયન

veg manchurian
Last Updated: મંગળવાર, 3 માર્ચ 2015 (17:05 IST)


સામગ્રી - કૉર્ન બૉલ માટે
કૉર્ન - 2 કપ, ગાજર - એક ક્વાર્ટર કપ (છીણેલું ), ડુંગળી-એક ક્વાર્ટર કપ , મકાઈનો લોટ 2 ચમચી , મૈદા -5 ચમચી, લસણ -1 નાની ચમચી,લીલા મરચાં -1નાના ચમચી, કાળી મરી પાઉડર-1 નાની ચમચી, મીઠું
સ્વાદ પ્રમાણે.

સૉસ માટે
લસણ - 1 tbsp,લીલા મરચાં - 2 નાની ચમચી, આદું - બે ચમચી, સોયા સૉસ 1 ચમચી, મકાઈનો લોટ 2 ચમચી, ખાંડ
2 નાની ચમચી, 2 ચમચી તેલ, મીઠું
સ્વાદ પ્રમાણે.

બનાવવાની રીત- બૉલ બનાવવા માટે બધી સામગ્રીમાં કે કપ પાણી નાખી મિક્સ કરી
ગોળ બૉલ બનાવી લો. એક પેનમાં તેલ ગર્મ કરી આ બૉલને ગરમ તેલમાં સોનેરી થયા ત્યાં સુધી શેકો. પછી એકે પેનમાં તેલ ગરમ કરી . લસણ, લીલા મરી , આદુ નાખી ફ્રાય કરો . ½ કપ પાણી, મકાઈનો લોટ , સોયા સોસ અને ખાંડ નાખી થોડીવાર રાંધવા. કૉર્ન બૉલ્સ નાખી સર્વ કરો.આ પણ વાંચો :