ગ્રીન નૂડલ્સ વિથ ચીઝ

વેબ દુનિયા|

P.R
સામગ્રી : અઢી કપ બાફેલી નૂડલ્સ, 2 કપ કાપેલી પાલક, અડધો કપ કાપેલી ડુંગળી, અડધો કપ દહીં, 3/4 કપ ચીઝ, 1/4 કપ લોટ, 2 ટેબલસ્પૂન તેલ, મીઠું અને મરીનો પાવડર સ્વાદ અનુસાર.

બનાવવાની રીત : કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી અને મીઠું નાંખી જ્યાંસુધી તે ચઢી ન જાય ત્યાંસુધી રાંધો. હવે બીજી તરફ નૂડલ્સ, પાલક, ડુંગળી, દહીં, ચીઝ, સાદા લોટ, મીઠું અને મરીના પાવડરને એક વાટકામાં સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને બેકિંગ ડિશ પર વ્યવસ્થિત રીતે પાથરો. હવે તેની ઉપર ચીઝ છીણીને નાંખો અને પહેલેથી 200 અંશ સેલ્સિયસ તાપમાન પર ગરમ કરેલા ઓવનમાં 20 મિનિટ સુધી રાંધો. ગરમા-ગરમ સર્વ કરો.
તમને વધુ ચીઝ ભાવતું હોય તો આ ડિશને ચીઝ અને પાલકના મિશ્રણના એક કરતા વધુ લેયર્સમાં બનાવી શકો છો.


આ પણ વાંચો :