સોલ્ટી ફુદીના લસ્સી

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 1/2 કિલો દહી, 1 કપ ફુદીનાના પાન, 1 ટી સ્પૂન સેકેલુ જીરુ, 1/2 ટી સ્પૂન સંચળ, સ્વાદમુજબ મીઠુ, 1 ટેબલ સ્પૂન ખાંડ, 1 ટી સ્પૂન લીંબૂનો રસ, ક્રશ્ડ બરફ જરૂર મુજબ, સજાવવા માટે ફુદીનાના પાન.

બનાવવાની રીત - ફુદીના પાન ધોઈને ઝીણા કાપી લો. મિક્સરમાં સમારેલો ફુદીના, લીંબૂનો રસ, ખાંડ, મીઠુ અને થોડુ પાણી મિક્સ કરી લો. તૈયાર પેસ્ટમાં દહીં, સંચળ, જીરુ અને ક્રશ્ડ બરફ મિક્સ કરી સારી રીતે બ્લેંડ કરો. સાલ્ટી ફુદીના લસ્સી ગ્લાસમાં ભરો. સજાવવા માટે ફુદીનાના પાન નાખો અને સર્વ કરો.


આ પણ વાંચો :