શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 14 મે 2021 (15:40 IST)

આ રીતે બનાવો આદુંની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારનારી ચટણી સ્વાદ છે મસ્ત

રોટલી શાકની સાથે જો કોઈ સ્વાદિષ્ત ચટણી ખાવા મળી જાય તો ભોજનનો સ્વાદ જ બદલી જાય છે. અને પછી ચટની જો આદુની હોય તો આ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં પણ સહાયતા કરે છે તેથી ઘરે 
આ ચટણીને બનાવો ચટણી બનાવવી ખૂબ સરળ છે વધારે મગજમારી નહી લાગસ્ગે અને આ આદુની ચટની ઘરના મોટા-નાના બધાને આરોગ્ય લાભ પહોંચાડશે
 
સામગ્રી 
એક નાનો આદુંનો ટુકડો 
અડદની દાળ 1 ચમચી 
ચણા દાળ 2 ચમચી 
સૂકા લાલ મરચાં 3 
આમલીબો પલ્પ  1 ચમચી 
ગોળ 1 ચમચી 
જીરું અડધી ચમચી 
ડુંગળી 1 
મીઠુ અને તેલ સ્વાદ મુજબ 
રાઈ અડધી ચમચી 
લીમડો 
તેલ 
હીંગ ચપટી 
 
આદુંની ચટણી બનાવવાની રીત- 
આદુને છીલીને તેના કટકા કરી લો. 1 ચમચી તેલને મધ્યમ તાપ પર પેનમાં ગરમ કરો. ગરમ તેલમાં અડદ દાળ, ચણા દાળ અને સૂકા લાલ મરચા નાખો અને સંતાળો. તેને શેકીને પ્લેટમાં કાઢી લો. હવે જીરું , 
આદું અને ડુંગળીને સંતાળી લો. આ મિશ્રણને ઠંડુ કરવા માટે રાખો. જ્યારે આ ઠંડુ થઈ જાય તો મિસ્કરમાં તેને નાખો અને તેમા& ગોળ અને આમલી, મીઠુ અને થોડો પાણી નાખી વાટી લો. વધાર માટે એક નાના 
પેનમાં તેલ ગરમ કરી લો. તેમાં રાઈ, સૂકા લાલ મરચા, હીંગ અને લીમડો નાખો. હવે આ મિશ્રણ ચટણીમાં નાખી દો.