શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 5 જાન્યુઆરી 2024 (17:59 IST)

શિયાળામાં દૂધીનુ સૂપ પીવાથી આરોગ્ય રહેશે ફીટ અને વજન થશે ઓછુ, જાણો બનાવવાની રીત

dudhi nu soup
dudhi nu soup
દૂધીમાં લગભગ 92% પાણી હોય છે. સાથે જ તેમા વિટામિન, ખનીજ, એંટીઓક્સિડેંટ અને આહાર ફાઈબર પણ જોવા મળે છે. આ પાચનને સારુ કરે છે અને હાર્ટને હેલ્ધી રાખવાની સાથે જ ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછુ કરવામાં પણ લાભદાયક હોય છે. આ ઉપરાંત કૈલોરી ઓછી હોવાને કારણે દૂધીને વજન ઓછુ કરવામાં સહાયક પણ માનવામાં આવે છે.  આજે અમે તમારા માટે સરળ અને જલ્દી બનનારુ દૂધીના સૂપની રેસીપી લઈને આવ્યા છે. જેમા દેશી ઘી ના વધારનો શાનદાર સ્વાદ છે.  દૂધી સાથે ટામેટા સૂપ અને શિમલા મરચા બંનેનુ સૂપ મિક્સ કરવાથી વજન ઓછુ થઈ શકે છે. 
 
દૂધીનુ સૂપ બનાવવાની સામગ્રી 
 
5 કપ દૂધી (ટુકડામાં કાપેલી) 
2 ટામેટા (બે ભાગમાં કાપેલા) 
1-2 ડુંગળી (બે ભાગમાં કાપેલી)  
1 શિમલા મરચુ (બે ભાગમાં કાપેલુ) 
1 ચમચી જૈતૂનનુ તેલ/શાકાહારી તેલ
1 ચમચી જીરુ 
સ્વાદ મુજબ મીઠુ 
1 ચમચી (કે વધુ) કાળા મરીનો પાવડર 
 
દૂધીનુ સૂપ બનાવવાની રેસીપી - કૂકરમાં દૂધી, ડુંગળી, ટામેટા અને શિમલા મરચા નાખો. 1-2 સીટી આવવા દો. કૂકર બંધ કરો. વરાળ નીકળી જવા દો. આ બધા શાકને મિક્સરમાં ક્રસ કરી લો અને એક ચિકણુ પેસ્ટ તૈયાર કરો. એક પૈનમાં જૈતૂનનુ તેલ/વેજ ઓઈલ નાખો અને તેમા વધાર માટે જીરુ નાખો. પૈનમાં દૂધીનુ પેસ્ટ  નાખો અને એક બે મિનિટ માટે બધુ બફાવા દો. તેમા થોડુ મીઠુ અને કાળા મરીનો પાવડર ભભરાવો. 
 
ગરમાં ગરમ સૂપ સર્વ કરો