શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 15 નવેમ્બર 2017 (17:46 IST)

ગુજરાતી રેસીપી - દૂધીનો ઓળો

જો રીંગણા ન ભાવતા હોય કે રીંગણનો ઓળો ખાતા-ખાતા કંટાળી ગયા હોય તો આજે અમારી રેસીપી વાંચો અને શેયર કરો બનાવો દૂધીનો ઓળો 
1 દૂધી
2.5 વાટકી લીલી ડુંગળી સફેદ ભાગ સહિત (લીલી ન હોય તો સૂકી ડુંગળી પણ ચાલે)
2 વાટકી ટમેટા
1 ડુંગળી 
1 ચમચો લીલા મરચા
1 લાલ સૂકું મરચું
1 તમાલપત્ર
2 ચમચા તેલ
1 ચમચી જીરું
ચપટી હિંગ
1.5 ચમચી આદું-લસણની પેસ્ટ
3 ચમચી લાલ મરચું
1 ચમચી હળદર
3 ચમચી ધાણાજીરું
1.5 ચમચી ગરમ મસાલો
મીઠું
કોથમીર
 
વિધિ- સૌપ્રથમ દૂધીની છાલ કાઢી   છૂંદો કરી લેવો. 
-હવે એક કડાઈમાં ગરમ કરી તેમાં જીરું, હિંગ, લીમડાના પાન, તમાલપત્ર, લાલ સૂકું મરચું નાખી વઘાર કરવો.
- પછી આદું-લસણની પેસ્ટ અને ડુંગળી નાખી સાંતળવા 
- ડુંગળી સંતાળ્યા પછે તેમાં ટમેટા નાખી 1-2 મિનિટ તેલ છૂટો પડે ત્યાં સુધી સંતાડવા. 
- પછી લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો અને સ્વાદપ્રમાણે મીઠું ઉમેરી હલાવી છીણેલી દૂધી ઉમેરી મિક્સ કરી લેવું.
- કોથમીર ભભરાવી ગેસ બંદ કરી દો. 
રોટલા, ગોળ, લીલી ડુંગળી, લસનમરચાંની ચટણી, છાસ કે દહીં જોડે ગરમ ગરમ દૂધીનો ઓળો સર્વ કરવો.
તો તૈયાર છે દૂધીનો ઓળો.