શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 17 નવેમ્બર 2014 (16:23 IST)

ઉપવાસની વાનગી - કાચા કેળાની કચોરી

સામગ્રી - કાચા કેળાં - ૪ નંગ, સીંગદાણા - ૧ ચમચો, શિંગોડાનો લોટ - ૧ ચમચો, દાડમના દાણા - ૧ ચમચો, કોપરાનું છીણ - ૧ ચમચો, કિશમિશ - ૧૦-૧૨ નંગ, વાટેલાં આદું-મરચાં - ૧ ચમચી, તજ-લવિંગનો પાઉડર  અડધી ચમચી, દહીં - ૧ વાટકી,  ફરાળી મીઠું - સ્વાદ મુજબ. તળવા માટે તેલ 
 
વાનગી બનાવવાની રીત - કાચા કેળાંને ધોઇને વચ્ચેથી બે ટુકડા સમારી બાફી લો. ત્યાર બાદ તેને છોલીને છુંદો કરો. સીંગદાણાને શેકીને અધકચરા ખાંડી લો. હવે કેળાના માવામાં સીંગદાણાનો ભૂકો, ફરાળી મીઠું, કોપરાનું છીણ, વાટેલાં આદું-મરચાં, દાડમના દાણા, કિશમિશ , તજ-લવિંગનો પાઉડર વગેરે બધો મસાલો નાખીને સ્વાદિષ્ટ પૂરણ તૈયાર કરો. તેમાંથી ગોળા વાળી કચોરી જેવો આકાર આપો અને શિગોડાનો લોટમાં રગદોળી તેલમાં તળી લો. દહીમાં મીઠું, ખાંડ, લીલા મરચાંની પેસ્ટ વગેરે નાખીને ચટણી બનાવી તેની સાથે ખાવ.