1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
  4. kachi keri nu shaak - Raw Mango Sabji

ગુજરાતી રેસીપી - કાચી કેરીનું શાક

કાચી કેરીનું શાક ૢ kachi keri nu shaak
સામગ્રી  - કેરી-250 ગ્રામ, ખાંડ કે ગોળ 200 100 ગ્રામ, જીરુ, આખા ધાણા, મરચુ એક ચમચી, મીઠુ સ્વાદ મુજબ.

બનાવવાની રીત  - સૌ પ્રથમ કેરીને છોલીને તેના લાંબા ટુકડા કરો, હવે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરુ અને આખા ધાણાને અધકચરા વાટીને નાખો, ચપટી હળદર, મરચુ નાખીને તરત જ સમારેલી કેરી નાખી દો.

કેરીના શાકમાં મીઠુ નાખી હલાવો, તેમાં ખાંડ કે ગોળ નાખી અડધો ગ્લાસ પાણી નાખીને 15-20 મિનિટ સુધી સીઝવા દો. કેરી બફાય જાય અને ખાંડ સારી રીતે ઓગળી જાય ત્યારે શાક ઉતારી લો. આ શાક બે ઢેબરા કે પુરી સાથે સર્વ કરો.
(ગળપણ કેરીની ખટાઈ પ્રમાણે નાખવુ)
About Writer
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... બધા વાંચો
આગળનો લેખ
આજે જ અભ્યાસ સાથે કરો આ ઉપાય, થશે સારા માર્કસની પ્રાપ્તિ