મંગળવાર, 8 જુલાઈ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 4 એપ્રિલ 2024 (13:30 IST)

મખાણાનુ રાયતુ બનાવવાની રીત

makhana raita
Makhana Raita- મખાણાથી બનેલુ આ રાયતો ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ છે તેને તમે ખૂબ સરળતાથી ઝટપટ બનાવીને ખાઈ શકો છો. આ રાયતો બનાવવા માટે વધારે ટાઈમ પણ નહી લાગશે અને ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથેસાથે આરોગ્ય માટે પણ તેના ઘણા લાભ છે. 
 
મખાણાના રાયતા બનાવવા માટે સામગ્રી 
દહીં- 1 કપ 
મખાણા- 2 કપ 
લાલ મરચા પાઉડર- સ્વાદ મુજબ 
ચાટ મસાલો 1/2 ટીસ્પૂન 
ગરમ મસાલા- 1/4 ટીસ્પૂન 
દેશી ઘી- 1 ટી સ્પૂન 
કોથમીર 1 ટીસ્પૂન 
મીઠુ સ્વાદ મુજબ 
 
કેવી રીતે બનાવીને મખાણાનુ રાયતો 
મખાણાનુ રાયતો બનાવવા માટે સૌથી પહેલા પેનમાં ઘી નાખી ગરમ કરો. 
હવે મખાણાને નાખી સોનેરી થતા સુધી શેકેવું. 
સોનરી શેકાય જાય તો એક પ્લેટમાં કાઢીને જુદો રાખો. 
મખાણા જ્યારે ઠંડુ થઈ જાય તો મિક્સીમાં દરદરો વાટી લો. 
એક બીજા વાસણમાં દહીં લો અને સારી રીતે ફેટી તેમાં રાયતો મસાલો ચાટ મસાલો, લાલ મરચું, ગરમ મસાલો અને સિંધાલૂણ નાખો અને બધું બરાબર મિક્સ કરો.
તૈયાર દહીંના મિશ્રણમાં બરછટ પીસેલા મખાના ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને કોથમીરથી સજાવી સર્વ કરો.