બુધવાર, 12 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 22 માર્ચ 2023 (08:03 IST)

કેવી રીતે બનાવીએ ઘરે શ્રીખંડ

Shrikhand Recipe
સામગ્રી - 1 કિલો મઠ્ઠો, 750 ગ્રામ ખાંડ, 50 ગ્રામ દ્રાક્ષ, 1 નંગ સફરજન, 1 કેળુ, ચારોળી 3 ચમચી, 3 ચમચી બદામની કતરન, 4-5 કેસરના રેસા, 1 નાની ચમચી ઈલાયચી પાવડર, ચપટીભરીને પીળો રંગ.
 
શ્રીખંડ બનાવવાની રીત - સૌ પ્રથમ મઠ્ઠાને એક વાસણમાં લઈને તેમાં ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી મૂકી દો. કેસરના રેસાને એક ચમચી ગરમ પાણીમાં ઓગાળી દો.
 
હવે એક કલાક પછી તૈયાર મઠ્ઠાને પાતળા સૂતી કપડાથી ચાળી લો. ત્યારબાદ તેમાં ઈલાયચી પાવડર, પલાળેલી કેસર અને ચપટી ખાવાનો પીળો રંગ નાખીને મિશ્રણને એકસાર કરી લો. હવે દ્વાક્ષને ધોઈને છૂટી પાડો, સફરજન અને કેળાને ઝીણા સમારી લો. આ બધુ ફ્રૂટ શ્રીખંડમાં નાખીને હલાવીને ઠંડુ કરીને સર્વ કરો.
 
(મઠ્ઠો - દહીંને એક ઝીણા કપડામાં બે થી ત્રણ કલાક માટે બાંધીને લટકાવી દો, નીચે વાસણ મૂકી રાખો. જ્યારે દહીંનુ બધુ પાણી નીતરી જાય ત્યારે મઠ્ઠો તૈયાર થાય છે.