1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 28 માર્ચ 2024 (17:52 IST)

Tawa Pulao Recipe - તવા પુલાવ રેસીપી

tava pulao recipe
tava pulao recipe


જો તમને શેજવાન રાઈસ પસંદ છે તો આ મુંબઈ સ્ટાઈલ તવા પુલાવ પણ જરૂર ભાવશે.  તેને બાફેલા ભાત કે બચેલા ભાત, શાકભાજી અને પાવભાજી મસાલાથી બનાવાય છે. પાવભાજી મસાલા સાથે બનેલા ભાતનુ મિશ્રણ બનાવવા તો સહેલા છે જ સાથે જ તેનો સ્વાદ પણ લાજવાબ છે. 
 
સામગ્રી - 2 કપ બાફેલા બાસમતી ચોખા 
1/2 ટી સ્પૂન જીરુ 
1 મીડિયમ સાઈઝ ડુંગળી ઝીણી સમારેલી 
1/2 ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ 
1 લીલુ મરચુ ઝીણુ સમાઅરેલુ 
1/3 કપ ગાજર ઝીણુ સમારેલુ 
1 મોટુ ટામેટુ ઝીણુ સમારેલુ 
1/3 કપ લીલા વટાણા 
1/2 ટેબલસ્પૂન પાવભાજી મસાલો 
1/4 ટી સ્પૂન હળદર પાવડર 
1/2 ટી સ્પૂન લાલ મરચા પાવડર 
2 ટેબલ સ્પૂન ઝીણા સમારેલા ધાણા 
સ્વાદ મુજબ મીઠુ 
દોઢ ટેબલ સ્પૂન તેલ 
કતરેલી ડુંગળી અને લીંબુ (સજાવવા માટે) 
 
બનાવવાની રીત - સમારેલા ગાજર અને લીલા વટાણાને મીઠાવાળા પાણીમાં નરમ થતા સુધી ઉકાળો.  તેમા લગભગ 5-7 મિનિટ લાગશે.  વધારાનુ પાણી કાઢીને તેને એક વાડકામાં કાઢી લો. 
 
એક  નોનસ્ટિક કઢાહીમા ધીમા તાપ પર તેલ ગરમ કરો. તેમા જીરુ નાખીને તતડાવો. ઝીણી સમારેલી ડુંગળી નાખીને સોનેરી થતા સુધી સેકો. 
 
આદુ લસણની પેસ્ટ અને લીલા મરચા નાખીને 25-30 સેકંડ સુધી સેકો. 
 
હવે તેમા સમારેલા ટામેટા નાખીને ત્યા સુધી સેકો જ્યા સુધી ટામેટા નરમ ન પડી જાય અને તેલ છૂટવા માંડે. બાફેલા વટાણા અને ગાજર નાખીને સારી રીતે મિક્સ કરો અને એક મિનિટ બફાવા દો. 
 
પાવ ભાજી મસાલો, હળદર અને લાલ મરચાનો પાવડર અને મીઠુ નાખો. 
 
સારી રીતે મિક્સ કરીને એક મિનિટ બફાવા દો. 
 
તેમા બાફેલા ભાત નાખો 
 
તવેથાથી ધીરે ધીરે હલાવો. જ્યા સુધી બધો મસાલો સારી રીતે ભાતમાં મિક્સ ન થઈ જાય. 
 
ગેસ બંધ કરીને તવા પુલાવ એક સર્વિગ પ્લેટમાં કાઢી લો. સમારેલા ધાણાથી સજાવીને દહી સાથે સર્વ કરો.