શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 31 જાન્યુઆરી 2018 (14:30 IST)

પંજાબી ફિલ્મો અને સંગીતને પ્રમોટ કરવા માટે એપ્રોચ મ્યુઝિક લેબલ લોન્ચ કરાયું

પંજાબી ઈન્ડિપેન્ડન્ટ મ્યુઝિક અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર ફોકસ કરવા માટે મુંબઈ સ્થિત ફિલ્મ પ્રોડક્શન, સેલિબ્રિટિ મેનેજમેન્ટ અને એન્ટરટેઈન્મેન્ટ માર્કેટિંગ કંપની એપ્રોચ એન્ટરટેઈમેન્ટ હવે ‘ એપ્રોચ એન્ટરટેઈન્મેન્ટ મ્યુઝિક’ નામે મ્યુઝિક લેબલ લોન્ચ કર્યું છે. જેનો ઉદ્દેશ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને ઉંચે લઈ જવાનો છે. આ કંપની હાલમાં પંજાબી ફિલ્મ માટેની સ્ક્રિપ્ટ પર કામ કરી રહી છે અને તેની ટુંક સમયમાં જાહેરાત પણ કરશે. આ કંપની દ્વારા મ્યુઝિક લેબલની શરૂઆત એવોર્ડ વિનિંગ રાઈટર અને દિગ્દર્શક સોનું ત્યાગી કરી રહ્યાં છે. આ કંપની પાસે હાલમાં સ્ટ્રોંગ ડિઝિટલ ડિસ્ટ્રીબ્યુશનની સુવિધા છે. તેમજ તે પંજાબની અસ્મીતાને ઉજાગર કરવા માટે ત્યાંની ફિલ્મો અને સંગીતને હવે હાથ પર લઈ રહ્યાં છે. આ લેબલ દ્વારા તેઓ પંજાબના કલાકારોને સપોર્ટ પુરો પાડવા માંગે છે. તેઓ અમેરિકામાં પણ પંજાબી સંગીતને લોન્ચ કરવા જઈ રહ્યાં છે. હાલમાં કંપની દ્વારા જલંધરમાં પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા પંજાબના મનોરંજનની દુનિયાના કલાકારોને એક મંચ કંપની પુરૂ પાડશે.