શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 22 માર્ચ 2022 (12:38 IST)

ગુજરાતી ફિલ્મ 'ગજબ થઇ ગયો' નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું

Infinine Motions PLTD. તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘ગજબ થઈ ગયો’લઈને આવી રહ્યું છે જેનું નિર્દેશન નીરજ જોશીએ કર્યુ છે, જેઓએ પહેલાથી જ 3 સફળ ગુજરાતી હિટ ફિલ્મો આપી છે અને હવે આ ગુજરાતી ફિલ્મ જે સાયન્સ ફિક્શન ફિલ્મ હશે જેમાં ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર સાથે પૂજા ઝવેરી મુખ્ય કલાકરો તરીકે જોવા મળશે. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌપ્રથમ સાયન્સ ફિક્શન લાઇટ-હાર્ટેડ કિડ્સ એડવેન્ચર ફિલ્મ છે.
 
આ ફિલ્મમાં ભગીરથ વિશેની વાર્તા છે, જે મલ્હાર ઠાકર દ્વારા ભજવવામાં આવ્યું છે, જે પ્રિન્સટન યુનિવર્સિટી, યુએસએના યુવાન અનુસ્નાતક છે. જે હાલની કેટલીક છેલ્લી રહી ગયેલી ગુજરાતી માધ્યમની શાળાઓમાંથી એકમાં જોડાવવાનો પડકાર લે છે, આમ કરીને તે વિશ્વને સાબિત કરવા માટે કે માતૃભાષા સાથે હંમેશા ટકી રહેવા માટે પડકારો આવતા હોય છે પરંતુ જો તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નવીન શિક્ષણ કૌશલ્યોનો ઉપયોગ કરો છો તો તમે મોટા ધ્યેયો હાંસલ કરી શકો છો.

 
ટીપ્સ મ્યુઝિક, ભારતના સૌથી પ્રિય મ્યુઝિક લેબલે ગુજરાતી ફિલ્મ 'ગજબ થઈ ગયો' ના વિશ્વવ્યાપી મ્યુઝિક રાઇટ્સ પ્રાપ્ત કર્યા છે. ટિપ્સ ગુજરાતીએ બોલિવૂડથી લઈને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં તેની કન્ટેન્ટની લોકપ્રિયતાને સ્વીકારતા, કંપનીના વિકાસ સાથે દેશના ટોચના મ્યુઝિક લેબલોમાં રહેવાના તેના પ્રયાસોની પ્રશંસા મેળવી છે.
કુમાર તૌરાની કહે છે કે, "અમને ફિલ્મ 'ગજબ થઈ ગયો' સાથે જોડવામાં આનંદ થાય છે. સંગીત એ કોઈપણ સફળ ફિલ્મનો પાયો છે પછી તે હિન્દી, ગુજરાતી કે અન્ય કોઈપણ ભારતીય પ્રાદેશિક ભાષા હોય, આજના સમયમાં દર્શકો સ્માર્ટ છે, તેઓ પ્રાદેશિક સિનેમા અથવા બોલીવુડ વચ્ચે વહેંચાય નથી જતા, તેઓના માટે મહત્વની વસ્તુ હંમેશા કન્ટેન્ટ જ હોય છે."