મંગળવાર, 16 જુલાઈ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 25 ઑક્ટોબર 2021 (14:49 IST)

બંટી ઓર બબલી 2 નું ટ્રેલર લોન્ચ

Photo : Instagram
રાની મુખર્જી અને સૈફ અલી ખાન લાંબા સમય પછી સાથે જોવા મળશે. બંને યશ રાજની ફિલ્મ બંટી ઓર બબલી 2 માં સાથે જોવા મળશે, 
 
આ ફિલ્મ 2005ની ફિલ્મ બંટી ઔર બબલીની સિક્વલ છે જેમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને રાની મુખર્જી અભિનિત છે.
ટ્રેલરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક તરફ જૂના બંટી ઓર બબલી રાની અને સૈફ છે તો બીજી તરફ સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વારી નવા બંટી-બબલી બનીને લોકોને લૂંટવા આવી રહ્યા છે. તેની સાથે પંકજ ત્રિપાઠી પોલીસકર્મીની ભૂમિકા ભજવી રહ્યા છે.
 
ટ્રેલરની વાત કરીએ તો આ ફિલ્મમાં બે જોડી છે. પહેલી જોડી સૈફ અલી ખાન અને રાની મુખર્જીની છે જ્યારે બીજી સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વારીની છે. સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વારી બંટી અને બબલીના નામે લૂંટે છે. આ પછી, પોલીસને લાગે છે કે જૂના બંટી ઓર બબલી પરત ફર્યા છે.