બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2024
  3. હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024
Written By
Last Updated :ચંડીગઢ: , ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2024 (17:31 IST)

હરિયાણામાં બદલાઈ મતદાન અને મતગણતરી, હવે આ દિવસે થશે મતદાન, જાણો વિગત

હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ ગઈ છે. હરિયાણામાં હવે 1 ઓક્ટોબરને બદલે 5 ઓક્ટોબરે મતદાન થશે. જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ભાજપ અને આઈએનએલડીએ ચૂંટણી પંચને પત્ર લખીને મતદાનની તારીખ બદલવાની માંગ કરી હતી. ચૂંટણી પંચે રાજકીય પક્ષોની માંગને ધ્યાનમાં લઈને મતદાનની તારીખમાં ફેરફાર કર્યો છે.

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં 8 ઓક્ટોબરે મતગણતરી થશે.
 
ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરમાં મતદાનની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં મત ગણતરી 8 ઓક્ટોબરે એક સાથે થશે. જમ્મુ-કાશ્મીરમાં નોમિનેશનની તારીખો યથાવત રહેશે. તેમનામાં કોઈ ફેરફાર થયો નથી. ત્યાં ત્રીજા તબક્કાનું મતદાન પણ પહેલાની જેમ 1 ઓક્ટોબરે થશે