ભારતની અત્યાર સુધીની લોકસભાની ચૂંટણીઓનો ઈતિહાસ

વેબ દુનિયા|

છઠી લોકસભા : 1977 માં છઠી ચૂંટણી દેશ ભરમાં યોજાઈ. લોકસભાની કુલ 542 બેઠકો પર આ ચૂંટણી યોજાઈ , જનતા પાર્ટીએ બહુમતી પ્રાપ્ત કરી કુલ મતના 43.16 % પ્રાપ્ત કરીને મતો મળ્યા . મોરારજી દેસાઈ દેશના પ્રથમ બિન - કોંગ્રેસી વડાપ્રધાન બન્યા.

સાતમી લોકસભા : જનતા પક્ષમાં ભંગાણ પડતાં મોરારજીભાઈ દેસાઈએ રાજીનામું આપ્યું . કોંગ્રેસના ટેકાથી ચરણસિંહ વડાપ્રધાન બન્યા, પરંતુ કોંગ્રેસી ટેકો 1 મહિના બાદ પાછો ખેચી લીધો. જનતા પક્ષની સરકારનું પતન થયું . છઠી લોકસભા બરખાસ્ત થઇ, દેશભરમાં જાન્યુઆરી , 1980માં મધ્યસ્થ 2/3 બહુમતી પ્રાપ્ત કરી લોકસભાની કુલ 542 બેઠકોમાંથી 353 બેઠકો પ્રાપ્ત થઇ .
આઠમી લોકસભા : દેશભરમાંથી આઠમી ચૂંટણી 1984 માં થઇ. રાજીવગાંધીના નેતૃત્વમાં કોંગ્રસે 401 બેઠકો પ્રાપ્ત કરી. રાજીવગાંધી દેશના નવયુવાન બન્યા.

નવમી લોકસભા : નવમી ચૂંટણી 1989 માં થઇ. કોંગ્રેસની હાર થઇ . નેશનલ ફ્રન્ટની સરકાર રચાઈ .
જનતાદળના વિશ્વનાથ પ્રતાપસિંહ સાતમાં પ્રધાનમંત્રી બન્યા. નેશનલ ફ્રન્ટમાં ભંગાણ પડતો વિ .પી . સિંહની સરકારનું પતન થયું . ચંદ્ર શેખર દેશના વડાપ્રધાન બન્યા.
દસમી લોકસભા : નવમી લોકસભા બરખાસ્ત કરવામાં આવી. દેશમાં મધ્યસ્થ ચૂંટણી 1991 માં યોજાઈ. સૌથી વધારે બેઠકો કોંગ્રેસ (આઈ) ને મળી . શ્રી. પી , વિ , નરસિંહરાવ દેશમાં નવા વડાપ્રધાન બન્યા.


આ પણ વાંચો :