ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Updated : બુધવાર, 13 માર્ચ 2024 (15:43 IST)

Holi 2024: 9 દિવસ ભૂલથી પણ ના કરતા આ કામ

holashtak
holashtak
Holi 2024: રંગ અન ખુશીઓનો તહેવાર હોળી આ વખતે 25 માર્ચના રોજ આવશે. જ્યા લોકોમાં હોળી રમવાની એક તરફ ધૂમ હશે તો બીજી બાજુ હિન્દુ ધર્મના કેટલાક માંગલિક  કાર્યો પર રોક લાગી જશે.  હોળીના 11 દિવસ પહેલાથી બધા માંગલિક કાર્ય જેવા કે લગ્ન, મુંડન, ગ્રહપ્રવેશ વગેરે સહિત અનેક શુભ કાર્યો પર બ્રેક લાગશે. આખરે આવું કેમ છે અને કેટલા સમય સુધી આ શુભ કાર્યો બંધ રહેશે? ચાલો જાણીએ.   
 
માંગલિક કાર્ય આ કારણે રહેશે વર્જિત 
જ્યા એક બાજુ લોકોમાં હોળીનો ઉત્સવ મનાવવાની ખુશી છલકાય રહી છે તો બીજી બાજુ માંગલિક કાર્યો પર ખરમાસ, હોળાષ્ટક અને ચંદ્ર ગ્રહણને કારણે રોક લાગી જશે. આ વખતે હોળી પહેલા ખરમાસ, હોળાષ્ટકની શરૂઆત થઈ જશે અને હોળીના દિવસે ચંદ્ર ગ્રહણ લાગી રહ્યુ છે.  આવામાં માંગલિક કાર્યો કરવા અશુભ માનવામાં આવે છે. 
 
ખરમાસ-  14મી માર્ચ 2024થી ખરમાસ શરૂ થઈ રહ્યો છે. ધાર્મિક માન્યતા અનુસાર ખરમાસમાં કોઈપણ શુભ કાર્ય કરવું શુભ માનવામાં આવતું નથી. આ ખારમાસ આખો મહિનો ચાલશે. મતલબ આ ખરમાસ 14મી માર્ચ 2024થી શરૂ થશે અને 13મી એપ્રિલ 2024ના રોજ સમાપ્ત થશે. હિન્દુ ધર્મ અનુસાર આ સમયગાળા દરમિયાન કોઈ માંગલિક કરવામાં આવશે નહીં.
 
હોળાષ્ટક- હોળાષ્ટક હોળીના બરાબર 8 દિવસ પહેલા પડે છે. હિંદુ કેલેન્ડર મુજબ, હોળાષ્ટક 17 માર્ચે સવારે 9.53 વાગ્યે શરૂ થશે અને 24 માર્ચે સમાપ્ત થશે. શાસ્ત્રોમાં પણ હોલાષ્ટક દરમિયાન વિવાહ, મુંડન, નામકરણ વગેરે જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી. 
 
ચંદ્રગ્રહણ- જે દિવસે હોળી ઉજવવામાં આવે છે તે દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે અને સુતકનો સમયગાળો ચંદ્રગ્રહણના બરાબર 9 કલાક પહેલા શરૂ થાય છે. હિન્દુ કેલેન્ડર મુજબ, આ વખતે ચંદ્રગ્રહણ 25 માર્ચ, 2024 ના રોજ સવારે 10:23 થી બપોરે 3 વાગીને 2 મિનિટ સુધી ચાલશે. તેનો સુતક કાળ 9 કલાક પહેલા શરૂ થાય છે. પરંતુ આ ચંદ્રગ્રહણ ભારતમાં નથી થઈ રહ્યું, તેથી તેનો સુતક સમયગાળો માન્ય ગણવામાં આવશે નહીં. ગ્રહણ દરમિયાન, સુતક કાળ શરૂ થાય ત્યારથી, વ્યક્તિએ કંઈપણ ખાવું જોઈએ નહીં અને ચંદ્રગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ.
 
ફાગણ મહિનાની શુક્લ પક્ષ અષ્ટમીથી પૂર્ણિમા સુધી હોળાષ્ટક રહેશે. જે દરમિયાન કોઈપણ શુભ કાર્ય વર્જિત રહેશે.  આ દરમિયાન માંગલિક કાર્યો કરવામાં આવે તો પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.   જ્યોતિષ મુજબ આ સમય દરમિયાન વિશેષ રૂપથી લગ્ન, કોઈપણ નવુ નિર્માણ અને નવા કાર્યોને શરૂ ન કરવા જોઈએ. 
 
આ દિવસો દરમિયાન કરવામાં આવતા કાર્યોથી કષ્ટ અને અનેક પીડાની આશંકા રહે છે. લગ્ન, છુટાછેડા અને ક્લેશનો શિકાર થઈ શકો છે કે પછી અકાળ મૃત્યુનો ખતરો કે બીમારી થવાની આશંકા વધી જાય છે.  તેથી આ દરમિયાન શુભ કાર્યો કરવા જોઈએ નહી. 
 
હોળાષ્ટક એટલે શુ  - હોળીના આઠ દિવસ પહેલાથી હોળાષ્ટક શરૂ થઈ જાય છે. હોળાષ્ટક શબ્દ હોળી અને અષ્ટક બે શબ્દોને મિક્સ કરીને બનાવ્યો છે.  તેનો અર્થ થાય છે હોળીના આઠ દિવસ. હોળાષ્ટક ફાગણ  શુક્લ પક્ષ અષ્ટમીથી શરૂ થઈને ફાગણ શુક્લ પક્ષની પૂર્ણિમા સુધી રહે છે. અષ્ટમી તિથિથી શરૂ થવાને કારણે પણ તેને હોળાષ્ટક કહે છે.
 
 આ દરમિયાન ગ્રહો રહે છે ઉગ્ર 
 
હોળાષ્ટ દરમિયાન અષ્ટમીના દિવસે  ચંદ્રમા, નવમીએ સૂર્ય, દશમીએ શનિ, એકાદશીએ શુક્ર, દ્વાદશીએ ગુરૂ, ત્રયોદશીએ બુધ, ચતુર્દશીએ મંગળ અને પૂર્ણિમાના રોજ રાહુ ઉગ્ર રહે છે. આ ગ્રહોના ઉગ્ર રહેવાને કારણે મનુષ્યની નિર્ણય લેવાની ક્ષમતા કમજોર થઈ જાય છે. જેના કારણે અનેકવાર તેનાથી ખોટા નિર્ણય પણ થઈ જાય છે.  જેની કુંડળીમાં નીચ રાશિનો ચંદ્રમાં અને વૃશ્ચિક રાશિના જાતક કે ચંદ્ર છઠ્ઠા કે આઠમા ભાવમાં છે. તેમને આ દિવસો દરમિયાન વધુ સતર્ક  રહેવુ જોઈએ. હોળાષ્ટક શરૂ થતા જ પ્રાચીન કાળમાં હોલિકા દહન વાળા સ્થાનની છાણ અને ગાંગાજળ વગેરેથી લિપાઈ કરવામાં આવતી હતી. સાથે જ ત્યા હોલિકાનો દંડો પણ લગાવી દેવામાં આવતો હતો. 
 
 હોળાષ્ટક દરમિયાન શુ કરવામાં આવે છે. 
 
માઘ પૂર્ણિમાથી હોળીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. હોળાષ્ટક શરૂ થતા જ બે દંડાને સ્થાપિત કરવામાં આવે છે. તેમાથી એક હોલિકાનુ પ્રતીક છે અને બીજુ પ્રહલાદ સાથે સંબંધિત છે. એવુ માનવામાં આવે છે કે હોલિકાના પહેલા 8 દિવસ દાહ કર્મની તૈયારી કરવામાં આવે છે. 
 
હોળી સાથે જોડાયેલી કથાઓ 
 
એવુ કહેવામા આવે છે જ્યારે પ્રહલાદને નારાયણ ભક્તિથી વિમુખ કરવાના બધા ઉપાય નિષ્ફળ થવા માંડ્યા તો હિરણ્યકશ્યપે પ્રહલાદને ફાગણ શુક્લ પક્ષની અષ્ટમીના રોજ બંદી બનાવી લીધા અને યાતનાઓ આપવા માડી.  તેને મારવા માટે રોજ અનેક ઉપાય કરવામાં આવવા લાગ્યા. પણ ભગવાન ભક્તિમાં લીન પ્રહલાદ હંમેશા જીવતા બચી જતા હતા.  આ રીતે સાત દિવસ વીતી ગયા. આઠમા દિવસે ભાઈ હિરણ્યકશ્યપની પરેશાની જોઈને બહેન હોલિકા (જેને બ્રહ્મા દ્વારા અગ્નિથી ન બળવાનુ વરદાન મળ્યુ હતુ)એ પ્રહલાદને પોતાના ખોળામાં લઈને અગ્નિમાં ભસ્મ કરવાનો પ્રસ્તાવ મુક્યો. 
 
હોલિકા જેવી જ ભત્રીજા પ્રહલાદને ખોળામાં લઈને બળતી આગમાં બેસી તો તે બળવા માંડી.  પ્રહલાદ પુન જીવિત બચી ગયો. જ્યારે કે હોલિકા બળી ગઈ. આ આઠ દિવસને હોળાષ્ટકના રૂપમાં ઉજવવામાં આવે છે. ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે ભગવાન શિવની તપસ્યાને ભંગ કરવાના અપરાધમાં કામદેવને શિવજીએ ફાગણની આઠમે ભસ્મ કરી દીધા હતા. કામદેવની પત્ની રતિએ એ સમયે ક્ષમા યાચના કરી અને શિવજીએ કામદેવને ફરીથી જીવિત કરવાનુ આશ્વાસન આપ્યુ. આ ખુશીમાં લોકો રંગ રમે છે.