મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : બુધવાર, 28 જૂન 2023 (11:54 IST)

Home tips- આ ટિપ્સ ઘરમાંથી માખીઓ દૂર કરવા માટેનો રામબાણ ઉપાય છે

House Flies Home Remedies: વરસાદની ઋતુમાં ખાસ કરીને માખીઓ ઘરમાં આવી જાય છે. બહાર પડેલી ગંદી વસ્તુ પર બેસીને આવે છે પછી ઘરમાં આવીને ખાવાની વસ્તુઓ પર બેસી જાય છે તેનાથી શરીરમાં બીમારીઓ ફેલાઈ જાય છે. તો  આજે અમે તે માખીઓની ગણગણાટને દૂર કરવા ઘરથી દૂર કરવા માટેના ઘરગથ્થું સરળ ઉપાય જણાવી રહ્યા છે. 
 
- આ માટે 1 કપ પાણીમાં 1 લીંબુનો રસ અને 2 ચમચી મીઠું મિક્સ કરો અને મિશ્રણને સારી રીતે તૈયાર કરો. હવે તેને સ્પ્રે બોટલમાં ભરીને જ્યાં પણ માખીઓ દેખાય ત્યાં છંટકાવ કરો. એવું માનવામાં આવે છે કે ખાટો સ્વાદ માખીઓને ગમતો નથી, જેના કારણે તે તરત જ ત્યાંથી દૂર થઈ જાય છે.
 
- એક લીંબૂ લો બન્ને ટુકડા જુદા-જુદા કરો અને ટુકડામાં 10-15 લવિંગ દબાવી દો. મચ્છર કે માખી નજીક આવવાની હિમ્મત પણ નહી કરશે. 
flies home tips
- વિનેગરથી પણ માખીને દૂર કરી શકાય છે. તે માટે પાણીમાં વિનેગર અને ડિર્ટજેટ નાખી પોતું કરવાથી માખી ઘરની બહાર જતી રહે છે. 
 
- લીલા મરચાંને પાણીમાં ડુબાડીને રાખો અને આ પાણીને ત્યાં સ્પ્રે કરો જ્યાં તમારે માખીઓ વધારે હોય છે બસ આમ કરવાથી માખીઓ દૂર જતી રહે છે. 

Edited By-Monica Sahu