15મી ઓગસ્ટ વિશેષ - આઝાદી મેળવવામાં મહત્વપુર્ણ ફાળો આપનારા સ્થળો વિશે જાણો

red fort
Last Updated: સોમવાર, 12 ઑગસ્ટ 2019 (12:42 IST)
 
લાલ કિલ્લા, દિલ્હી 

 
સ્વતંત્રતા પ્રાપ્તિના સંઘર્ષમાં પણ આનુ મહત્વપુર્ણ યોગદાન રહ્યુ 
 
1648માં આ ઈમારતનુ નિર્માણ દિલ્હીમાં પાંચમા મોગલ બાદશાહ શાહજહાંએ કરાવ્યુ 
 
 
દરેક 15મી ઓગસ્ટની વહેલી સવારે જયારે એક બાજુ સૂર્યનો ઉદય થાય છે તો બીજી બાજુ મુગલકાળના લાલ કિલ્લાના શિખર પર ત્રિરંગો લહેરાતો જોવા મળે છે. સાથે જ ત્યાંથી દેશના પ્રધાનમંત્રી જનતાને સંબોધિત કરે છે. પર આ ઈમારતનો ઉપયોગ દેશની પ્રગતિને બતાવવા માટે જરૂર કરવામાં આવે છે. પણ સ્વતંત્રતા મેળવવા માટે કરવામાં આવેલ સંઘર્ષમાં તેનુ મુખ્ય યોગદાન છે. 1857ની ક્રાંતિની રણનીતિ અંતિમ મુગલ બાદશાહ બહાદુર શાહ જફર દ્વિતીયના નેતૃત્વમાં અહી બની. પણ અફસોસ કે તે પુર્ણ ન થઈ શકી. દિલ્હીમાં પાંચમા મુગલ બાદશાહ શાહજહાએ વર્ષ 1648માં આ 
ઈમારતનુ નિર્માણ કરાવ્યુ અને આ વિસ્તારને શાહજહાંનાબાદ નામ આપ્યુ. લાલ પત્થરોથી બનેલુ હોવાને કારણે આ ઈમારનનુ નામ લાલ કિલ્લા પડ્યુ અને  આજે  આ ઈમારતને વર્લ્ડ હેરિટેઝ સાઈટમાં સમાવેશ કરવામાં આવી છે. દર વર્ષે લગભગ 25 લાખ લોકો આ ઈમારતને જોવા આવે છે. 


આ પણ વાંચો :