બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2019
Written By
Last Updated :નવી દિલ્હીઃ , રવિવાર, 24 માર્ચ 2019 (00:42 IST)

આઈપીએલ - પ્રથમ મુકાબલામા ચેન્નઈનો 7 વિકેટથી વિજય, બેંગલુરુને સતત 7મી મેચમાં હરાવ્યુ

આઈપીએલ 2019ની પ્રથમ મેચમાં ધોનીના નેતૃત્વવાળી ચેન્નઇ સુપર કિંગ્સ(CSK)નો 7 વિકેટથી વિજય થયો હતો. મેચ જીતવા મળેલા 71 રનના લક્ષ્યાંકને સીએસકેએ 17.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. અંબાતી રાયડૂએ 28, સુરેશ રૈનાએ 19 રન બનાવ્યા હતા  ગત વખતની ડિફેન્ડિંગ ચેમ્પિયન ધોનીની CSK સામે RCBની શરૂઆત એકદમ ખરાબ રહી છે. RCBની આખી ટીમ માત્ર 70 રનમાં જ ખખડી ગઈ હતી.
આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોહલીના નેતૃત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 17.1 ઓવરમાં 70 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આસીબી તરફથી માત્ર પાર્થિવ પટેલ જ ડબલ ફીગરમાં પહોંચી શક્યો હતો.  ઇમરાન તાહિરે 4 ઓવરમાં 1 મેડન નાંખી 9 રનમાં ત્રણ વિકેટ, હરભજન સિંહ, અને રવીન્દ્ર જાડેજાના ચુસ્ત પ્રદર્શન સામે આઈપીએલની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના બેટ્સમેનો પાણીમાં બેસી જતા ટીમ 17.1 ઓવરમાં 70 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બેંગલોર તરફથી પાર્થિવ પટેલે સૌથી વધારે 29 રન બનાવ્યા હતા.
 
પાર્થિવ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરના આંક સુધી પહોંચી શક્યો ન હતો. ચેન્નાઈ તરફથી હરભજન સિંહે અને ઇમરાન તાહિરે 3-3 વિકેટ ઝડપી હતી. રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ અને બ્રાવોને 1 વિકેટ મળી હતી.