શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Modified: શનિવાર, 17 ઑક્ટોબર 2020 (19:31 IST)

IPL 2020, RCB vs RR LIVE: એબી ડિવિલિયર્સની શાનદાર રમત, બેંગલોરે રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યુ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં શનિવારે પહેલી મેચમાં વિરાટ કોહલીના રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) નો સામનો સ્ટીવ સ્મિથની રાજસ્થાન રોયલ્સ (આરઆર) સાથે થયો હતો. આ મેચ દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમવામાં આવી હતી જેમાં આરસીબીએ એબી ડી વિલિયર્સની શાનદાર 55 રનની ઇનિંગના કારણે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે પરાજય આપ્યો હતો. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે આરસીબી સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાનએ નિર્ધારિત 20 ઓવરમાં સ્ટીવ સ્મિથની શાનદાર ઇનિંગના આધારે આરસીબી સામે જીતવા માટે 178 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
 
વિરાટ કોહલી અને દેવદત્ત પડીક્કલની ભાગીદારીથી આરસીબી સરળતાથી લક્ષ્ય તરફ આગળ વધી રહી હતી પરંતુ બે બોલમાં બંને વિકેટ ગુમાવતા  ટીમને મુશ્કેલીમાં પડી ગઈ હતી. છેવટે, એબી ડી વિલિયર્સે તેની શ્રેષ્ઠ બેટિંગથી આ હારેલી બાજુ જીત તરફ ફેરવી. તેણે જયદેવ ઉનાડકટની 19મી ઓવરના પહેલા ત્રણ બોલમાં જોરદાર સિક્સર ફટકારી અને ત્યારબાદ છેલ્લી ઓવરમાં જોફ્રા આર્ચરની છગ્ગાથી વિજય પર મોહર લગાવી દીધી હતી.