IPL 2021 - Virat Kohli એ 50 રન બનાવ્યા પછી કોણે આપી Flying Kiss ? જાણો Video દ્વારા
આઈપીએલ 2021 (IPL 2021) ના 16મી મેચમાં આરસીબીએ રાજસ્થાન રોયલ્સ (RCB vs RR)ને 10 વિકેટથી કરારી માત આપી છે. આ મેચમાં દેવદત્ત પડિક્કલે શાનદાર સદી મારી તો બીજી બાજુ કપ્તાન વિરાટ કોહલી (Virat Kohli) એ પણ હાફ સેંચુઈ મારી. કોહલીએ પોતાના ફિફ્ટી બનાવ્યા પછી એક ખૂબ જ ખાસ રિએક્શન આપ્યુ હતુ.
વિરાટે આપ્યુ ફ્લાઈંગ કિસ
વિરાટે (Virat Kohli)એ આ મેચમાં અણનમ 72 રનની શાનદાર રમત રમી. આ મેચમાં વિરટે જેવા જ પોતાના પચાસ રન પુરા કર્યા તો તેમણે એક ખૂબ જ ખાસ રિએક્શન આપ્યુ. વિરાટે એક ફ્લાઈંગ કિસ આપી. તેમણે પછી એક સુંદર ઈશારો કરીને જણાવ્યુ કે આ ફ્લાઈંગ કિસ તેમણે પોતાની પુત્રી વામિકા
(Vamika) માટે આપી છે.
મૈક્સવેલને લાગ્યુ તેમને માટે છે ફ્લાઈંગ કિસ
વિરાટ (Virat Kohli)એ જેવુ જ પોતાના ફિફ્ટી પૂરા કરીને ફ્લાઈંગ કિસ આપી. ડગઆઉટમાં બેસેલા તેમના મિત્ર ટીમ મેટ ગ્લીન મૈક્સવેલ (Glenn Maxwell) ને લાગ્યુ કે આ તેમને માટે હતઈ. મૈક્સવેલે વિરાટને જોઈને જેવુ રિએક્ટ કર્યુ ત્યારે વિરાટે તેમને પણ ઈશારો કરીને બતાવ્યુ કે આ ફ્લાઈંગ કિસ તેમની પુત્રી માટે છે. ઉલ્લેખનીય છે કે વિરાટની પત્ની અનુષ્કા શર્માએ આ વર્ષે જાન્યુઆરીમાં પોતાની પ્રથમ સંતાનને જન્મ આપ્યો. જેનુ નમા વામિકા રાખ્યુ છે.
આરસીબીએ જીતી સતત ચોથી મેચ
આરસીબીએ રાજસ્થાન રોયલ્સ (RCB vs RR)ને 10 વિકેટથી હરાવી આ સિઝનમાં તેની સતત ચોથી મેચમાં જીત મેળવી છે. આઈપીએલના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે આરસીબીએ તેની પ્રથમ ચાર મેચ જીતી લીધી છે. આ મેચની વાત કરીએ તો રાજસ્થને પ્રથમ બેટિંગ કરી 9 વિકેટ ગુમાવ્યા બાદ 177 રન બનાવ્યા હતા. તેના જવાબમાં દેવદત્ત પૌડિકલે આરસીબી માટે 101 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન કોહલીએ પણ અણનમ 72 રન બનાવ્યા અને આરસીબીને 10 વિકેટથી જીત અપાવી.